મુંબઈ: ગેંગસ્ટર ડ્રામા ‘મુંબઈ સાગા’નું ટીઝર અને પોસ્ટર રિલીઝ થયું છે. જોહન અબ્રાહમ અને ઈમરાન હાસમને ચમકાવતી આ ફિલ્મનું નિર્દેશન સંજય ગુપ્તાએ કર્યું છે અને વર્ષ 2022માં જ આ ફિલ્મ મોટા પરદે નજર થશે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમારે કર્યું છે. આ ફિલ્મમાં 1980થી 1990 દરમિયાન બોમ્બેમાંથી મુંબઈ બનવાની ઘટના દરમિયાન બનેલા મહત્વના પ્રસંગો આવરી લેવાયા છે. આમાં ગેંગસ્ટરોની કથા છે જેઓ હાથો હાથની લડાઈથી ફાયરીંગ સુધી પહોંચ્યા છે.
જોન અબ્રાહમ કહે છે- આ ફિલ્મ અમારા દિલની નજીક છે અને અમે પ્રેક્ષકોના હાથમાં આ ફિલ્મ આપવા માંગીએ છીએ. આ ફિલ્મની કથા આકર્ષક છે જે મોટાભાગના શહેરોની છે. અમે તેને પોપ્યુલર સિનેમાના રૂપમાં રજૂ કરી છે.સંજય ગુપ્તા અને જોન સાથ પ્રથમવાર કામ કરનાર ઈમરાન હાશમી કહે છે- સંજય ગુપ્તાએ જયારે આ ફિલ્મની કથા સંભળાવી ત્યારે હું તેમાં ખોવાઈ ગયો હતો. મને ખબર નથી કે અમારા આ પ્રયાસ વિષે પ્રેક્ષકો કેવી પ્રતિક્રિયા આપશે. ફિલ્મમાં પ્રોડયુસર ભૂષણકુમાર કહે છે સૌને માટે આ ફિલ્મ એક નવો અનુભવ બની રહેશે. આ ફિલ્મની રિલીઝ 19 માર્ચે થશે.