મુકેશ અંબાણીના નિવાસ પાસેથી કારના માલીક ઓળખાયા: કારની સફર પણ ટ્રેસ થઈ

26 February 2021 05:27 PM
India
  • મુકેશ અંબાણીના નિવાસ પાસેથી કારના માલીક ઓળખાયા: કારની સફર પણ ટ્રેસ થઈ

અંબાણી ફેમીલીની સિકયોરીટી સાથે જોડાયેલી 20 કારની નંબર પ્લેટ પણ મળી: તપાસનો ધમધમાટ

મુંબઈ: દેશના ધનાઢય મુકેશ અંબાણીના નિવાસ પાસેથી જે જીલેટીન ભરેલી કાર મળી તેમાં પોલીસને કારના માલીકની ઓળખ મળી છે. જો કે આ કાર ચોરાયેલી હોવાનું અગાઉ નોંધાયું છે અને તેના ચેસીસ નંબર ભુસી નાંખવામાં સફળતા મળી નથી પણ કારમાં 20 જેટલી નંબર પ્લેટ મળી છે જે તમામ મુકેશ અંબાણીના સ્ટાફની કાર કે કંપની સાથે સંકળાયેલા કારની છે જેથી આ જીલેટીન સાથે કાર મૂકનાર સ્ટાફના જ કોઈ વ્યક્તિ હોઈ શકે છે. કાર જયાં જયાંથી પસાર થઈ હતી તેના સીસીટીવી ફુટેજ પણ પોલીસે મેળવીને તેના આધારે કારના ડ્રાઈવરને ટ્રેસ કરવાનો પ્રયાસ શરુ કર્યા છે. મુકેશ અંબાણીના કુટુંબની જે સલામત વ્યવસ્થા છે તેમાં જોડાયેલી કારના નંબરને મેચ થતો જ આ કારનો નંબર છે. આથી કોઈ ગંભીર ષડયંત્ર હતું તે નિશ્ર્ચિત થતું જાય છે. મહારાષ્ટ્ર સરકારે સમગ્ર તપાસ માટે એક અલગ પોલીસ ટીમ બનાવી છે. આ કાર 1 માસથી મુકેશ અંબાણીના નિવાસ આસપાસ જોવા મળી છે તેથી ત્યાં રેકી થતી હોય તેવી પણ શંકા છે. આમ પોલીસ તપાસ આગળ વધી છે અને ટુંક સમયમાં ધડાકા ભડાકા થશે.


Related News

Loading...
Advertisement