ટેસ્ટ મેચમાં અમ્પાયરે અમારી સાથે ભેદભાવ રાખ્યો: ઈંગ્લેન્ડના કેપ્ટન-કોચની રેફરીને ફરિયાદ

26 February 2021 05:25 PM
Sports Top News
  • ટેસ્ટ મેચમાં અમ્પાયરે અમારી સાથે ભેદભાવ રાખ્યો: ઈંગ્લેન્ડના કેપ્ટન-કોચની રેફરીને ફરિયાદ

અમદાવાદ, તા.26
ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટ અને મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડે ભારત સામે રમાયેલા ડે-નાઈટ ટેસ્ટમાં અમ્પાયરિંગના સ્તરનો મુદ્દો મેચ રેફરી જવાગલ શ્રીનાથ સામે ઉઠાવ્યો છે. ઈંગ્લેન્ડની ટીમ થર્ડ અમ્પાયર શમસુદ્દીનના બે નિર્ણયથી નારાજ હતી. ભારતના ઓપનિંગ બેટસમેન શુભમન ગીલ બીજી ઓવરમાં બેન સ્ટોક્સની કેચ અપીલથી બચી ગયો હતો. આ પછી રોહિત શર્માને સ્ટમ્પ આઉટ કરવાની બેન ફોક્સની અપીલ પણ ફગાવી દેવાઈ હતી.

ગીલના મામલે અનેક પ્રકારે ફૂટેજ જોયા બાદ તેને નોટઆઉટ અપાયો હતો જ્યારે રોહિતને તુરંત જ નોટઆઉટ કરાર અપાયો હતો. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના એક પ્રવક્તાએ કહ્યું કે ઈંગ્લેડના કેપ્ટન અને મુખ્ય કોચે પહેલાં દિવસની રમત બાદ મેચ રેફરી સાથે વાત કરી હતી. કેપ્ટન અને મુખ્ય કોચે અમ્પાયરોના પડકારનો સ્વીકાર કરતાં કહ્યું કે નિર્ણયોમાં નિરંતરતા હોવી જોઈએ. મેચ રેફરીએ કહ્યું કે કેપ્ટન અપયરોને સાચા સવાલો કરી રહ્યા હતા.

ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટસમેન જેક ક્રાઉલીએ કહ્યું કે અમ્પાયરોએ અનેક 50-50 નિર્ણયોને યોગ્ય રીતે જોયો નથી. આ વાતની મને હતાશા છે. તેણે કહ્યું કે જ્યારે અમે બેટિંગ કરી રહ્યા હતા ત્યારે પાંચ અથવા છ કોણથી ફૂટેજ જોયા પરંતુ જ્યારે અમે ફિલ્ડિંગ કરી રહ્યા હતા ત્યારે માત્ર એક કોણથી જ ફૂટેજ જોવાતા હતા.


Related News

Loading...
Advertisement