મઘ્યપ્રદેશના જિલ્લા ન્યાયમૂર્તિ સામે તપાસ રોકવાની માંગણી ફગાવતી સુપ્રિમ

26 February 2021 05:23 PM
India
  • મઘ્યપ્રદેશના જિલ્લા ન્યાયમૂર્તિ સામે તપાસ રોકવાની માંગણી ફગાવતી સુપ્રિમ

નવી દિલ્હી તા.26
સર્વોચ્ચ અદાલતે મઘ્યપ્રદેશના એક પૂર્વ જિલ્લા ન્યાયમૂર્તિ સામેની જાતીય દુષ્કર્મનો કેસ પાછો ખેંચવાની અરજી ફગાવતા કહ્યું હતું કે આ પ્રકારના કેસને જાજમ નીચે છુપાવવાની મંજૂરી આપી શકાય નહી. સુપ્રિમ કોર્ટે એ જણાવ્યું કે ન્યાયતંત્ર અત્યંત નાજુક ધરતી પર ચાલતુ હોય છે અને તેનો પગ ગમે ત્યારે લપસી શકે છે. પરંતુ તે મુદ્દે કોઇ બચાવ હોઇ શકે નહી. આ તપાસના અંતે જે કંઇ પરિણામ આવશે તેની તૈયારી રાખવી પડશે. ન્યાયમૂર્તિ વર્તી ધારાશાસ્ત્રીએ જણાવ્યું હતું કે જયારે અદાલતની પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોય તો તેમાં સંભાળ પૂર્વક કાર્યવાહી થવી જોઇએ. પરંતુ સુપ્રિમ કોર્ટે તેને એક રેગ્યુલર કેસ તરીકે જ લેવાની સૂચના આપી હતી.


Related News

Loading...
Advertisement