ખાન સ્ટાર્સનું ‘કેમિયો’ કોમ્બીનેશન!

26 February 2021 05:23 PM
Entertainment
  • ખાન સ્ટાર્સનું ‘કેમિયો’ કોમ્બીનેશન!

સલમાન શાહરૂખની વધુ એક ફિલ્મ ‘પઠાન’માં કેમિયો કરશે: અગાઉ શાહરૂખ સલમાનની ફિલ્મ ‘ટ્યુબલાઈટ’ દેખાયો હતો

મુંબઈ: સલમાનખાન અને શાહરુખખાન ઘણા વર્ષોથી એક સાથે ફિલ્મોમાં ચમકયા નથી, અગાઉ કરણ-અર્જુનમાં સાથ જોવા મળેલા આ ખાન એકટર્સ એકબીજાની ફિલ્મોમાં કેમીયો કરતા અવારનવાર જોવા મળ્યા હતા.શાહરુખખાનની ફિલ્મ ‘ઝીરો’માં કેમીયો (નાનકડી ભૂમિકા- મહેમાન કલાકાર) કરનાર સલમાન હવે શાહરુખખાન સ્ટારર અને યશરાજ ફિલ્મ્સ નિર્મિત ‘પઠાન’માં કેમીયો કરશે. આ ફિલ્મનું નિર્દેશન ‘વોર’ ફિલ્મ ફેમ સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે.આ મહિનાના પ્રારંભમાં જ સલમાને જાહેર કરેલું કે ‘ટાઈગર’ શ્રેણીનો ત્રીજો ભાગ, કભી ઈંટ કભી દિવાલી’ નું કામ શરુ કરી દેશે.


સલમાને જણાવ્યું હતું કે જિંદગી પણ ચાલતી રહેશે અને શો પણ ચાલતા રહેશે. જયારે આ શોનો અંત આવશે તો અમે ‘પઠાન’ તરફ આગળ વધશું.ત્યારબાદ ‘ટાઈગર-3’ અને ‘કભી ઈદ કભી દિવાલી’નું કામ શરૂ કરશું.‘પઠાન’ ગત વર્ષે નવેમ્બરમાં ફલોર પર ગયું હતું જયારે ‘ટાઈગર’ શ્રેણીની ફિલ્મનો ત્રીજા ભાગનું નિર્માણ આવતા મહીને શરૂ થશે.ઉલ્લેખનીય છે કે અગાઉ સલમાનખાન શાહરુખની બ્લોક બસ્ટર મુવી ‘કુછ કુછ હોતા હૈ’ માં કેમીયો કર્યો હતો તો શાહરુખે સલમાનખાનની ફિલ્મ ટ્યુબલાઈટ અને ‘હર દિલ જો પ્યાર કરેગા’માં કેમીયો કર્યો હતો.


Related News

Loading...
Advertisement