રાજકોટ તા.26
તાજેતરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ઇન્સ્પેકટરમાંથી સીટીઓ (જીએસટી) ઓફિસરની બઢતી માટે ખાતાકીય પરીક્ષાઓ લેવામાં આવેલ હતી. જેમાં રાજકોટ સહિત રાજયભરનાં જુદા-જુદા જીએસટી વિભાગોનાં ઇન્સ્પેકટરો બેઠા હતા. આ પરીક્ષાનું પરિણામ ગઇકાલે જાહેર કરવામાં આવેલ છે.
આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ જીએસટીમાં ઇન્સ્પેકટરમાંથી ઓફિસર બનવા માટેની તાજેતરમાં લેવાયેલી ખાતાકીય પરીક્ષામાં રાજકોટ સહિત રાજયભરમાંથી જીએસટીનાં 698 ઇન્સ્પેકટરો ઓફિસરની બઢતી માટે બેઠા હતા. આ પરીક્ષાનું ગઇકાલે પરિણામ જાહેર થયુ છે. જેમાં 698 પૈકી 493 ઉમેદવારો પાસ થયા છે અને 205 ઉમેદવારો નાપાસ થયા છે.
જીએસટીમાં બઢતી માટે અતિ મહતવની ગણાતી આ પરીક્ષામાં રાજકોટ જીએસટી વિભાગ-10 અને 11માંથી 90 ઇન્સ્પેકટરો બેઠા હતા. જેમાંથી 80 ઉમેદવારો પાસ થયા છે અને 10 ઉમેદવારો નાપાસ થયા છે. ઇન્સપેકટરમાંથી ઓફિસરની પરીક્ષામાં પાસ થયેલા આ તમામ ઉમેદવારોનો આગામી એપ્રિલ માસ દરમ્યાન ઓફિસર તરીબે બઢતીનાં ઓર્ડરો આપી દેવાશે અને રાજયનાં જુદા-જુદા વિભાગોમાં નિમણુંક કરી દેવામાં આવશે તેવુ જીએસટીનાં અધિકારી સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.