ભોપાલ તા.26 : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેને લઇને ભાજપને ઘેરતી કોંગ્રસ પાર્ટીમાં હવે ખુબ ધમાસાણ મચ્યું છે. વાત એમ છે કે કોંગ્રેસ પાર્ટીએ પોતાનો દરવાજો એક ગોડસે ભકત માટે ખોલી નાખ્યો છે. પુર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના વરિષ્ઠ કોંગ્રેસ નેતા કમલનાથની હાજરીમાં હિન્દુ મહાસભાની ટિકિટથી ગ્વાલીયરમાં કોર્પોરેટર રહેલ અને ગોડસે સમર્થક બાબુલાલ ચોરસિયાએ કોંગ્રેસનો છેડો પકડી લીધો હતો. જેથી કોંગ્રેસમાં જ બબાલ મચી છે અને કોંગ્રેસના જ કેટલાક નેતાઓએ કમલનાથ પર સવાલો ખડા કર્યા છે. આ ઘટનાએ ભાજપને કોંગ્રેસ પર નિશાન સાધવાનો મોકો આપ્યો છે. ગોડસે સમર્થક ગણાતા બાબુલાલે કહયું હતું કે હું જન્મજાત કોંગ્રેસી છું. હિન્દુ સભાએે મને અંધારામાં રાખી ગોડસે પૂજા કરાવી હતી.