મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે 8000થી વધુ કોરોના કેસ

26 February 2021 05:17 PM
India
  • મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે 8000થી વધુ કોરોના કેસ

જરૂર પડયે શિક્ષણ સંસ્થા બંધ કરવા તંત્રને સૂચના

મુંબઇ, તા.26
ભારતમાં કોરોના કેસોમાં નવેસરથી વધારો થવા લાગ્યો છે. જયારે મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે 8000થી વધુ કેસ નોંધાયા હતા તેને પગલે રાજય સરકાર આવતા સપ્તાહથી લોકડાઉન જેવા પગલા લ્યે છે તેના પર અટકળો વ્યકત થવા લાગ્યા છે. મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે 8000થી વધુ અને એકલા મુંબઇમાં 1000થી વધુ કેસ નોંધાયા હતા. રાજયમાં ચોવીસ કલાકના કેસ 8702 હતા. મુંબઇમાં 1145 હતા. રાજયમાં એક દિવસના મૃત્યુઆંક પ6નો હતો. મુંબઇમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ કેસ 3,20,844 થયા હતા. રાજય સરકાર દ્વારા કોરોના કેસ કાબુમાં ન આવે તો સપ્તાહમાં લોકડાઉન જેવા આકરા નિર્ણયો લેવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. નવા કેસો વધતા જાય છે જયારે સરકાર કેવા પગલા જાહેર કરે છે. તેના પર મીટ માંડવામાં આવી રહી છે. વાશિમમાં હોસ્ટેલના 209 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત માલુમ પડયાને પગલે જરૂર પડયે શિક્ષણ સંસ્થાઓને બંધ કરવા સંબંધી નિર્ણયો લેવા માટે સ્થાનિક સત્તાવાળાઓને સુચવ્યુ છે. વિદ્યાર્થી તથા શિક્ષકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા કહ્યું હતું.


Related News

Loading...
Advertisement