વિશ્વાસ પર ટકી છે દેશની નાણાકીય વ્યવસ્થા, લોકોની મહેનતથી બનશે આત્મ નિર્ભર ભારત : મોદી

26 February 2021 05:14 PM
India
  • વિશ્વાસ પર ટકી છે દેશની નાણાકીય વ્યવસ્થા, લોકોની મહેનતથી બનશે આત્મ નિર્ભર ભારત : મોદી

ફાયનાન્શિયલ સર્વીસીઝ વિભાગ યોજિત વેબિનારમાં મોદીનું સંબોધન : દેશમાં બેન્કીંગ, ઇન્શ્યોરન્સ સેકટરમાં અપાર સંભાવનાઓ : વડાપ્રધાન

નવી દિલ્હી તા.26 :
‘આપણા દેશમાં બેન્કીંગ અને વીમા ક્ષેત્રમાં હજુ પણ ઘણા અવસરો છે અને તેને ધ્યાનમાં રાખીને અમે બજેટમાં અનેક પગલા લીધા છે. જેવા કે બે પીએસબીનું ખાનગીકરણ બીમા કારોબારમાં પ્રત્યેક્ષ વિદેશી નિવેશ (એફડીઆઇ)ની સીમા વધારીને 74 ટકા કરવા કે એલઆઇસીનો આઇપીઓ લાવવો.....’ ઉપરોકત શબ્દો વડાપ્રધાન મોદીએ ફાયનાન્શિયલ સર્વીસીઝ વિભાગ તરફથી આયોજીત એક વેબીનારને સંબોધતા ઉચ્ચાર્યા હતા. વડાપ્રધાને વધુમાં જણાવ્યુ હતું કે આપ સારી રીતે જાણો છો કે આ વર્ષના બજેટમાં ફાયનાન્શિયલ સેકટર સાથે જોડાયેલા અનેક મોટા પગલાં લેવાયા હતા. બેન્કીંગ હોય કે નોન બેન્કીંગ કે ઇન્શ્યોરન્સ હોય. ફાયનાન્શિયલ સેકટર સાથે જોડાયેલા દરેક પાસાને મજબુત કરવા માટે એક રોડમેપ અમે આ બજેટમાં તૈયાર કર્યો છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે દેશના ફાયનાન્શિયલ સેકટરને લઇને સરકારનું વિઝન બિલકુલ સાફ છે. દેશમાં કોઇપણ ડિપોઝીટર હોય કે કોઇપણ ઇન્વેસ્ટર હોય બંને વિશ્વાસ અને પારદર્શિતાનો અનુભવ કરે તે અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.


Related News

Loading...
Advertisement