શહેરમાં બિમારી સબબ બે ના મોત

26 February 2021 05:12 PM
Rajkot
  • શહેરમાં બિમારી સબબ બે ના મોત

રાજકોટ તા.26 : શહેરમાં બિમારી સબબ બે વ્યકિતના મોત નીપજયા છે. જેમાં એક વૃધ્ધા અને એક પ્રૌઢે સારવાર દરમ્યાન રાજકોટ સીવીલ હોસ્પીટલમાં દમ તોડયો હતો. માધાપર નજીક દ્વારકાધીશ પેટ્રોલપંપ સામે આવેલી શિવ શકિત સોસાયટીમાં રહેતા અને નિવૃત જીવન જીવતા કીશોરભાઇ ઘોઘાભાઇ ચારોલા (ઉ.વ. પ0) ગઇકાલે સાંજે 4 વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે બીમારી સબબ બેભાન થઇ જતા તેમને રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. જયાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. કીશોરભાઇને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં શોક છવાયો છે. યુનિવર્સિટી પોલીસે જરુરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. બીજા બનાવમાં મોરબી રોડ પર જકાતનાકા પાસે આવેલી ઉત્સવ સોસાયટીમાં રહેતા કડવીબેન ખોડાભાઇ ધારવીયા (ઉ.વ. 6પ) શ્ર્વાસની બિમારીના કારણે બેભાન થઇ જતા તેમને સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા જયાં સારવારમાં તેમનું મોત નીપજતા સતવારા પરીવારમાં શોક છવાયો હતો. મૃતકને સંતાનમાં ત્રણ દિકરા છે. બી. ડીવીઝન પોલીસના સ્ટાફે મૃત કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડયો હતો.


Related News

Loading...
Advertisement