માનસિક અસ્વસ્થ મહિલાને ઘરે પહોંચાડતી અભયમ ટીમ

26 February 2021 05:11 PM
Rajkot
  • માનસિક અસ્વસ્થ મહિલાને ઘરે પહોંચાડતી અભયમ ટીમ

રાજકોટ તા.26
જેતપુરના વૃદ્ધાશ્રમમાંથી બુધવારે સવારે 10 કલાકે એક મહિલા વૃદ્ધાશ્રમમાં રહેવાની જીદ સાથે આશ્રમ પાસે બેસી ગયા હોવાની જાણ 181ની ટીમને ફોન દ્વારા કરેલ વાતની જાણ થતા 181 ટીમના કાઉન્સેલર પ્રિયંકાબેન રાઠવા, કોન્સ્ટેબલ વિશાલબેન પાયલોટ અશોકસિંહ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. મહિલાનું કાઉન્સેલીંગ કરતા તેઓ કાંઈ જણાવવા તૈયાર ન હતા. મહિલા સવારે એક રિક્ષામાં વૃદ્ધાશ્રમ આવી પહોંચ્યા હતા. 2 કલાકથી બેન બેઠા હતા. કાઉન્સેલીંગ કરતી સમયે મહિલા પાસે દવાખાનાની ફાઈલ મળી આવી હતી. જેના માધ્યમથી ઘરનું સરનામુ મેળવી મહિલાને ઘરે પહોંચાડયા હતા. મહિલા ઘરમાં પતિ અને ત્રણ દિકરીઓ સાથે રહેતા હતા. તેમના પતિએ જણાવ્યું કે તેઓની કેટલાક સમયથી માનસિક સ્થિતિ સારી નથી. દવા સમયસર ન લેવાથી ભુલી જાય છે. આજે સવારથી ઘરમાં કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા. આજુબાજુમાં સગાસંબંધીઓને પૂછપરછ કરેલ છતાં તેઓને સંપર્ક થયો ન હતો. અવારનવાર ઘરેથી ચાલ્યા જાય છે.


Related News

Loading...
Advertisement