વોર્ડ નં.4ના ચૂંટણી પરિણામમાં ‘આપ’ના ઉમેદવારને અન્યાય: કોર્ટના દ્વાર ખટખટાવાશે

26 February 2021 05:10 PM
Rajkot
  • વોર્ડ નં.4ના ચૂંટણી પરિણામમાં ‘આપ’ના ઉમેદવારને અન્યાય: કોર્ટના દ્વાર ખટખટાવાશે

ભાજપના પરેશભાઈ પીપળીયાને ખોટી રીતે વિજેતા જાહેર કરાયાની જિલ્લા કલેકટરને રજુઆત

રાજકોટ તા.26
મ્યુ. કોર્પો.ની વોર્ડ નં.4ની ચૂંટણીના જાહેર કરાયેલા પરિણામમાં આમ આદમી પાર્ટીના મહિલા ઓબીસીના ઉમેદવાર અલ્કાબેન ડાંગરને અન્યાય થવાની ફરિયાદ ઉઠાવી આ અંગે કોર્ટના દ્વાર ખટખટાવવાની ચેતવણી આપવામાં આવી છે. આ અંગે આમ આદમી પાર્ટીના વોર્ડ નં.4ના મહિલા ઓબીસીના ઉમેદવાર અલ્કાબેન નંદલાલ ડાંગરે જિલ્લા કલેકટરને કરેલી રજુઆતમાં જણાવેલ છે કે આ બેઠક પર તેઓએ ઉમેદવારી કરી હતી. તેમજ તેમની સાથે ભાજપના ઉમેદવાર કંકુબેન ઉધરેજા તેમજ કોંગ્રેસ પક્ષ તરફથી શિતલબેન પરમારે ચૂંટણી લડેલ. આ ચૂંટણીમાં બે મહિલા અનામત અને બે પુરુષ ઉમેદવારો હતાં જેમાં એક મહિલા અનામતની જનરલ સીટ હતી. તેમજ બન્ને પુરુષ અનામતની પણ જનરલ સીટ હતી. માત્ર મહિલા અનામત ઓબીસી રીઝર્વ સીટ હતી. અલ્કાબેન ડાંગરે જણાવેલ હતું કે આ બેઠક પર તેઓની જીત થયેલ હોવા છતાં ભાજપના ઉમેદવારને મદદ કરવાના ઈરાદાથી પરેશભાઈ પીપળીયાને ખોટી રીતે વિજેતા જાહેર થયેલ છે. જેથી આ બાબતે પગલા લેવા માંગ કરાયેલ છે.


Related News

Loading...
Advertisement