1 લી માર્ચથી ડાયાબીટીસ, કેન્સર, હૃદયરોગના દર્દીઓને પણ રસીકરણ

26 February 2021 05:07 PM
India Top News
  • 1 લી માર્ચથી ડાયાબીટીસ, કેન્સર, હૃદયરોગના દર્દીઓને પણ રસીકરણ

સરકારી હોસ્પિટલોમાં વિનામુલ્યે અને ખાનગી દવાખાનામાં નિશ્ચિત ચાર્જ લેવાશે:45 વર્ષથી વધુ વયના દર્દીઓએ રસીકરણ માટે રજીસ્ટર્ડ મેડીકલ પ્રેકિટશનરનું પ્રમાણપત્ર બતાવવું પડશે

નવી દિલ્હી તા.26
આગામી 1 માર્ચથી કોરોના રસી આમ જનતા માટે ઉપલબ્ધ થશે. જે મુજબ 60 વર્ષથી વધુ વયની દરેક વ્યકિત તેમજ 45 વર્ષથી વધુ વયના એવા લોકો જેને અગાઉ બિમારીઓ છે જેને લઈને તેમને કોરોનાનો ખતરો છે તેવા લોકોને પણ રસી આપવામાં આવશે. હાલમાં માત્ર હેલ્થ વર્કસ અને ફ્રન્ટલાઈન વર્કસને રસી અપાઈ રહી છે. સરકારે હજુ સુધી બિમારીઓની યાદી જાહેર નથી કરી પરંતુઅધિકારીઓના જણાવ્યા અનુસાર હાઈપર ટેન્શન ડાયાબીટીસ, કેન્સર ઉપરાંત હૃદવ, કિડની, અને ફેફસા સાથે જોડાયેલી બિમારીઓને સામેલ કરી શકાય છે. રસીકરણ કેન્દ્ર પર કો-મોર્બિડીટીઝવાળા લોકોએ એક સર્ટીફીકેટ દેખાડવુ પડશે.આ સર્ટીફીકેટ કોઈ રજીસ્ટર્ડ મેડીકલ પ્રેકટીશ્નર તરફથી એટેસ્ટ કરેલુ હોવુ જોઈએ.


રસીકરણનાં લાભાર્થીનાં વેરીફીકેશન સરકારે 12 જેટલા ઓળખ પત્રોનું લીસ્ટ જાહેર કર્યુ છે. જેમાં આધાર નંબર ડ્રાઈવીંગ લાયસન્સ, હેલ્થ ઈુસ્યોરન્સ, સ્માર્ટ કાર્ડ,મનરેગા જોબ કાર્ડ, વોટર આઈડી, પાનકાર્ડ, બેન્ક/પોસ્ટ ઓફીસ, પાસબુક, પાસપોર્ટ, પેન્શન ડોકયુમેન્ટ, એમપી/એમએલએ, એમએલસીનું આઈડી કાર્ડ, સરકારી કર્મચારીઓનું સર્વિસ આઈડી કાર્ડ, નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર અંતર્ગત જાહેર સ્માર્ટ કાર્ડથી ખુદને વેરીફાઈ કરી શકો છો.


કેન્દ્ર સરકારનાં જણાવ્યા મુજબ લગભગ 10 હજાર સરકારી રસીકરણ કેન્દ્રોમાં વેકસીન વિના મુલ્યે મળશે. જયારે ખાનગી હોસ્પીટલોમાં રસી મુકાવવા માટે કેટલીક કિંમત ચુકવવી પડશે. જોકે કેટલી રકમ ચુકવવી પડશે તેનો સરકારે ખુલાસો નથી કર્યો. પણ જાણવા મળતી વિગત મુજબ ખાનગી હોસ્પીટલમાં દરેક ડોઝની કિંમત 400 રૂપિયા નકકી થઈ શકે છે.


કોવિન એપને અત્યાર સુધી વેકસીન માટે રજીસ્ટ્રેશન મુખ્ય માધ્યમ બનાવાયું હતું. જોકે હવે સામાન્યજનને માટે રસીકરણ માટે આરોગ્ય માટે આરોગ્ય સેતુ સહીત અન્ય પ્લેટ ફોર્મનો ઉપયોગ કરી શકાય છે.સહીત અન્ય પ્લેટ ફોર્મનો ઉપયોગ કરી શકાય છે. રસીકરણની રજીસ્ટ્રેશનની પ્રોસેસ માટે હજુ કોઈ જાહેરાત નથી થઈ. એક-બે દિવસમાં તેને લઈને ડીટેલ જાહેર કરવામાં આવશે.કઈ રીતે લગાવવાની તેમાં કોઈ ચોઈસ બાબતે હજુ ખુલાસો નથી થયો.


Related News

Loading...
Advertisement