રાજકોટ તા.26
રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીની જાહેર સભાઓ-મેળાવડા અને રેલીનાં પગલે ફરી કોરોના કેસમાં ઉછાળો નોંધાયો છે. આરોગ્ય વિભાગની કોરોના વેકસીન રસીકરણ સાથે વધુ ટેસ્ટીંગ કામગીરી હાથ ધરી છે.
રાજકોટ જિલ્લામાં ગઇકાલે 1 દર્દીના મોત બાદ આજે એક પણ દર્દીનું મોત જાહેર થયુ છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલા બુલેટીનમાં મૃત્યુઆંક 0 જાહેર કર્યો છે. ગઇકાલે 1 દર્દીના મોતમાં ડેથ ઓડીટ કમિટીએ રિપોર્ટ નીલ આપ્યો છે. આરોગ્ય વિભાગની સર્વેલન્સ કામગીરીમાં સર્વેલન્સ ટીમો દ્વારા શરદી, તાવ, ઉધરસનાં લક્ષણો ધરાવતા 96 કેસ નોંધાયા હતા. 47 ધનવંતરી રથમાં 122 અને હેલ્થ સેનટરની ઓપીડીમાં 95 કેસ નોંધાયા હતા.
108 હેલ્પ લાઇનમાં 29 કોલ્સ નોંધાયા હતા. 47 ટેસ્ટીંગ વાહનોમાં 746 એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે સરધાર, મોટી ચણોલ, કોલીથડ, દડવી વિસ્તારો કવર કર્યા છે. સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલમાં 2465 બેડ ઉપલબ્ધ છે. આજના બુલેટીનમાં તંત્રએ કાર્યરત માઇક્રો ક્ધટેનમેન્ટ ઝોનની વિગતો જાહેર કરી નથી.