કાલથી બે દિવસ દેશભરમાં વેકસીનેશન બંધ રહેશે

26 February 2021 05:05 PM
India
  • કાલથી બે દિવસ દેશભરમાં વેકસીનેશન બંધ રહેશે

નવી દિલ્હી તા.26
દેશમાં તા.1થી વેકસીનેશનનો બીજો અને સૌથી મોટો રાઉન્ડ શરુ થયો છે ત્યારે આવતીકાલ શનિવાર તથા રવિવારે કોઈપણ પ્રકારનું વેકસીનેશન કરવામાં આવશે નહી. કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયું છે કે તા.1થી વેકસીનેશનનો નવો રાઉન્ડ શરુ થઈ રહ્યો હોવાથી જે ડીજીટલ પ્લેટફોર્મ છે તેમાં સોફટવેર સહિતના સુધારા માટે બે દિવસમાં આ પ્રકારનું નવું વેકસીનેશન બંધ કરવામાં આવ્યું છે અને આ અંગે તમામ રાજયોને જાણ કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement