નજીક રીક્ષા પલટી ખાતા ઘવાયેલા ચાલકનું સારવારમાં મોત

26 February 2021 05:02 PM
Rajkot Crime
  • નજીક રીક્ષા પલટી ખાતા ઘવાયેલા ચાલકનું સારવારમાં મોત

રાજકોટ, તા.26
રસુલવાડીમાં રહેતા જેતાભાઇ કાનાભાઇ કાનાવદરા (ઉ.વ.55) નામના પ્રૌઢ તા. 20/2ના રોજ પોતાની પિયાગો રિક્ષા લઇને પોરબંદર હાઇવે પર જતા હતા ત્યારે ધર્મપુરના પાટીયા પાસે રીક્ષા પલટી ખાતા જેતાભાઇને શરીરે ગંભીર ઇજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડયા હતા તેનું સારવારમાં મોત નિપજયું હતું. જેતાભાઇનાં મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. અન્ય બનાવમાં સુત્રાપાડામાં રહેતા ડાયાભાઇ કચરાભાઇ વાજા (કોળી) (ઉ.વ.55) નામના પ્રૌઢ તા.25/2ના રોજ રાત્રીના સમયે પોતાના ઘરે સીડી ચડતા હતા ત્યારે અચાનક પડી જતા તેને માથે અને શરીરે ઇજા થતા તેનું સારવારમાં મોત નિપજયું હતું તેને સંતાનમાં 3 દિકરા અને બે દિકરી છે પોતે ખેતી કામ કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે. ડાયાભાઇનાં મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.


Related News

Loading...
Advertisement