ફાસ્ટટેગની કમાલ: ટોલનાકાનું એક દિવસનું કલેકશન રૂા.102 કરોડ થયું

26 February 2021 04:55 PM
India
  • ફાસ્ટટેગની કમાલ: ટોલનાકાનું એક દિવસનું કલેકશન રૂા.102 કરોડ થયું

નવી દિલ્હી તા.26
દેશમાં ટોલનાકા પર ફાસ્ટટેગની વ્યવસ્થા કર્યા બાદ સરકારને લોટરી લાગી ગઈ છે અને ટોલનાકા પરનું કલેકશન પણ નવા રેકોર્ડ નોંધાવી રહ્યું છે. કેન્દ્રની મોદી સરકાર દ્વારા ફાસ્ટટેગ ફરજીયાત કરાતા વાહન ચાલકો માટે હવે ટોલનાકા પર ટોલટેક્ષ પેમેન્ટ કર્યા વગર પસાર કરવાનું મુશ્કેલ બની ગયું છે. સરકાર દ્વારા આ વ્યવસ્થા કરાયા બાદ છેલ્લા ચાર દિવસમાં ટોલ કલેકશન 23 ટકા જેવું વધી ગયું છે અને ગઈકાલે રૂા.102 કરોડનું કલેકશન નોંધાયું હતું. તે પહેલા દેશના તમામ ટોલનાકા પરનું ફાસ્ટટેગ કલેકશન રૂા.85 કરોડનું મહતમ હતું અને હવે તે ત્રણ આંકડાની ઉપર પહોંચી ગયું છે. નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા હજુ પણ ટોલનાકામાં કોઈપણ ગડબડ ન થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement