વસતિ ગણતરીમાં ઓબીસીની માહિતી પણ સમાવવા સુપ્રીમમાં રીટ

26 February 2021 04:53 PM
India
  • વસતિ ગણતરીમાં ઓબીસીની માહિતી પણ સમાવવા સુપ્રીમમાં રીટ

હિન્દુ-મુસ્લીમ-એસસી એસટી વિ. કોલમ છે ઓબીસી નથી: કેન્દ્રને નોટીસ

નવી દિલ્હી: દેશમાં આગામી સમયમાં ચાલુ થનારી વસતી ગણતરીમાં ઓબીસીની પણ અલગ ગણતરી કરવામાં આવે તેવી માંગણી કરવાની માંગ સાથે અરજીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર તથા નેશનલ કમીશન ફોર બેકવર્ડ કલાસીસને નોટીસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ રજુઆત થઈ હતી કે દેશમાં પછાત વર્ગોની સરકારી યોજનાઓના યોગ્ય અમલીકરણ શિક્ષણ અને નોકરીમાં અનામત સહિતની પ્રક્રિયામાં જ્ઞાતિ આધારીત આંકડા ઉપલબ્ધ હોય તે જરૂરી છે.જેના કારણે પ્રતિનિધિત્વ ને ન્યાય આપી શકાય. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી એસ.એ.બોબડેની ખંડપીઠ સમક્ષ જણાવ્યું હતું કે સરકાર હિન્દુ-મુસ્લીમ એસસી એસટી વિ.ની કોલમ દર્શાવે છે. પરંતુ ઓબીસીનો તેમાં સમાવેશ થતો નથી તે જરૂર છે.


Related News

Loading...
Advertisement