રાજકોટ તા.26
ઢેબર રોડ જુના જકાતનાકા પાસે હરિઓમ સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઇ પ્રવીણભાઇ જોષી(ઉ.વ .42)નામના યુવાનની ફરિયાદમાં આરોપી તરીકે ભાવનગરના જીજે04 એટી 9436 નંબરના ટ્રક ચાલક રાજેશભાઈ શુક્લભાઈ ઠાકુર નામ આપ્યું છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, જીગ્નેશભાઈ એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું પરિવાર સાથે રહું છું અને હેતવી વીડીયો શૂટિંગ ફોટોગ્રાફી નો છુટક વેપાર કરી મારા પરીવારનું ગુજરાન ચલાવુ છું અને મારે સંતાનમાં એક દિકરી હેતવી તથા એક દિકરો પાર્થ(ઉ.વ.13)છે.ગઈકાલે સવારે હુ મારા સરનામે હતો ત્યારે કોઇ અજાણ્યા વ્યકિતનો ફોન આવેલ અને કહ્યું
કે તમારા દિકરો પાર્થ સાઇકલ લઇ ને સ્કૂલે જતો હતો તે દરમ્યાન આહીર ચોક પાસે બોલાબાલા માર્ગ ઉપર પાછળથી અચાનક ટ્રક નંબરના જીજે04 એટી 9436ના ચાલકવાળા એ પુરઝડપે અને ગફલતભરી રીતે માણસની જિંદગી જોખમાય તેવી રીતે ચલાવી સાઇકલ સહીત હડફેટે લેતા તેને ડાબા પગે મુંઢ ઇજા થયેલ છે. બાદમાં હું ત્યા ગયેલ ત્યારે ત્યાં ઘણા માણસો ભેગા થઇ ગયેલ તેમાથી કોઇ એ 108 ને ફોન કરેલ
તે પણ આવી જતા મારા દિકરા ને સારવાર માટે દોશી હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.આ બનાવ બાબતે મે પોલીસ ફરીયાદ કરવાનું નકકી કરતા ટ્રકના ચાલકનુ નામ રાજેશભાઇ શુકલભાઇ ઠાકુર(રહે.ભાવનગર)તેમજ અકસ્માત સર્જનાર ટ્રક નંબર જીજે04 એટી 9436 હોવાનું જાણવા મળ્યું હતું.આ અંગે ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ નિલેશભાઈ ચાવડા સહિતના સ્ટાફે તપાસ આદરી હતી.