ચૂંટણીનો ‘લાભ’ લઇ મવડીમાં ખડકાયેલા મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયા

26 February 2021 04:21 PM
Rajkot Crime
  • ચૂંટણીનો ‘લાભ’ લઇ મવડીમાં ખડકાયેલા મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયા
  • ચૂંટણીનો ‘લાભ’ લઇ મવડીમાં ખડકાયેલા મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયા

મતદાન પહેલા ‘અમે બેઠા છીએ’ કહેનારા ગુમ : ચૂંટણી જતા જ બુલડોઝર બહાર કાઢતી મહાપાલિકા:ન્યુ આકાશદીપ સોસાયટીમાં બે, પ્રમુખનગરમાં એક મકાનનું વહેલી સવારે ડિમોલીશન : 10 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ

રાજકોટ, તા. 26
મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી જાહેર થવા અને મતદાન થવાના દિવસોમાં શહેરના અનેક વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામોના ખડકલા થયા હોવાની ફરીયાદ અને હકીકત ખરાઇ બાદ તંત્ર દ્વારા બુલડોઝર બહાર કાઢીને ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યા છે. આજે વોર્ડ નં.1રના મવડી વિસ્તારની બે સોસાયટીમાં દસેક કરોડની જમીન પર બાંધી દેવાયેલા નવા ત્રણ મકાનો તોડીને જમીનના કબજા લેવામાં આવ્યા છે.
મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલના આદેશ અને ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ આજે ટીપી શાખાએ વોર્ડ નં.1રમાં અનામત પ્લોટમાં થયેલ ગેરકાયદે દબાણ હટાવવા ડિમોલીશન કર્યુ હતું. બે પ્લોટમાંથી 9.97 કરોડની 2694 ચો.મી. જમીન ખુલ્લી કરાવીને તેનો કબ્જો લેવામાં આવ્યો છે.


ડિમોલીશનની વધુ વિગત આપતા ટીપી શાખાએ જણાવ્યું હતું કે ટીપી-21 મવડીમાં ન્યુ આકાશદીપ સોસાયટી શેરી નં.3, જય સરદાર પાનવાળી શેરી, ઉમિયા ચોક પાસે એસઇડબલ્યુએસ હેતુનો 1361 ચો.મી.નો પ્લોટ આવેલો છે. આ પ્લોટમાં ચૂંટણી દરમ્યાન બે નવા મકાન ખડકાયા હતા. તેનું વેચાણ થઇ જાય તે પહેલા આજે બુલડોઝર ફેરવીને પ.44 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ હતી. નજીકમાં જ આવેલ પ્રમુખનગર શેરી નં.4માં શ્રી ક્રિષ્ના મકાનની બાજુમાં સ્કુલ એન્ડ પ્લે ગ્રાઉન્ડ હેતુનો 1133 ચો.મી.નો પ્લોટ આવેલો છે તેમાં પણ એક મકાન બંધાતુ હતું. આ મકાન તોડીને 4.પ3 કરોડનો પુરો પ્લોટ ખુલ્લો કરાવવામાં આવ્યો છે.


છેલ્લા પખવાડીયામાં આ મકાનના કામ ડે નાઇટ ચાલુ થઇ ગયા હતા. થોડા દિવસો નીકળી ગયા હોત તો અહીં કોઇ રહેવા પણ આવી ગયું હોત, પરંતુ મકાનનો સોદો થાય તે પહેલા બુલડોઝર ફરતા આસામી પણ છેતરાતા બચી ગયા છે. ચૂંટણી પહેલા કેટલાક લોકોએ બાંધકામ કરી લો, અમે જોઇ લેશું એવી વાત કરી હતી. પરંતુ આજે કોઇ આડે આવ્યું ન હતું.ટીપી શાખાએ આ ડિમોલીશન એટલું ગુપ્ત રીતે પાર પાડયું હતું કે સવારે 7.30 કલાકે ઓપરેશન શરૂ થયું અને 8.30 કલાકે પુરૂ થઇ ગયું હતું. કેટલાક લાગતા વળગતા ઉઠે તે પહેલા ગેરકાયદે મકાન દુર કરી દેવાયા હતા. આ જ રીતે શહેરના અન્ય ઘણા વિસ્તારમાં પણ ચૂંટણીનો લાભ લઇને ગેરકાયદે બાંધકામ ખડકાયા નથી ને તે અંગે પણ કેટલાક વોર્ડમાં ટીપી શાખાએ સર્વે ચાલુ કરાવી દીધો છે.

વોર્ડ નં.11ના મવડી વિસ્તારમાં આજે વહેલી સવારમાં મનપાના બુલડોઝર પહોંચી ગયા હતા અને ગેરકાયદે બાંધકામો પર મોટા ભાગના લોકો જાગે તે પહેલા ડિમોલીશન કરી નાખ્યું હતું.


Related News

Loading...
Advertisement