હવે દિન દયાળ પેટ્રો યુનિ.નું નામ પણ બદલાશે

26 February 2021 04:14 PM
Gujarat
  • હવે દિન દયાળ પેટ્રો યુનિ.નું નામ પણ બદલાશે

ગાંધીનગર તા.26
અમદાવાદ ના ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલ્યા બાદ હવે ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (PDPU) નુ નામ બદલવાનો વિધિવત કાયદો વર્તમાન સરકાર દ્વારા બજેટસત્ર દરમિયાન લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આગામી પહેલી માર્ચે મળી રહેલા બજેટ સત્ર દરમિયાન જ રાજય સરકાર બહાર પડાયેલા વટહુકમને કાયદાનું સ્વરૂપ આપશે. જેમાં પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિ.નું નામ બદલાશે અને પેટ્રોલિયમને બદલે ઉર્જા શબ્દ મુકાશે આમ રાજ્ય સરકારના નવા કાયદાના સ્વરૂપથી હવે પછી પંડિત દીનદયાલ ઉર્જા યુનિવર્સિટી નવું નામ અમલમાં આવશે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ નામ બદલવા માટે ગત 22- ઓક્ટોબર 2020ના રોજ પીડીપીયુના કોંવોકેશન સમયે ગુજરાત સરકાર ને સુચન કર્યું હતું. જેમાં પેટ્રોલિયમને બદલે એનર્જી યુનિવર્સિટી કરવા સૂચન કહ્યુ હતું. ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા આગામી બજેટ સત્રમાં પંડિત દયાલ એનર્જી યુનિવર્સિટી નું નામ અમલમાં લાવવા માટે વિધાનસભાના સત્ર ની અંદર જ વિધિવત કાયદાકીય કાર્યવાહી કરશે.


Related News

Loading...
Advertisement