નવી દિલ્હી તા.26:
નવા કૃષિ કાનુન મામલે સરકાર સામે બાથ ભીડનાર ખેડુત નેતા નરેશ ટિકૈતે વડાપ્રધાનની દાઢીને નિશાન બનાવતા જણાવ્યું હતું કે બંગાળમાં ચૂંટણી જીતવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિન્દ્રનાથ ટાગોર જેવા દેખાવા માટે દાઢી વધારી છે.
ટિકૈતે જણાવ્યું હતું કે ખેડુત આંદોલન જાટોનું આંદોલન છે. આંદોલન જીવી પરજીવી કોણ જાણે કેવા કેવા નામોથી ખેડુતોને નવાજવામાં આવે છે. નરેશ ટિકૈતે જણાવ્યું હતું કે વડાપ્રધાનની દાઢી સુરક્ષીત રહેશે.
નરેશ ટીકૈતે એમ પણ જણાવ્યું હતું કે સુરક્ષા મંત્રી રાજનાથસિંહને સરકારે પાંજરાનો પોપટ બનાવી દીધો છે. જો તેમને ખેડુતો સાથે વાત કરવાની આઝાદી અપાય તો કિસાનોનાં મુદા હલ કરી શકાય.
નરેશ ટિકૈતે જણાવ્યું હતું કે જો પીએમ કૃષિ કાયદા રદ કરવા તૈયાર નથી અમે પણ પાછળ નહિં હટીએ ટીકૈતે બારાબંકીના મહા પંચાયતને સંબોધતા જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોને બદનામ કરી રહી છે. તેમને ખાલીસ્તાની આતંકવાદી કહી રહી છે.