મુંબઈ:
અભિનેતા રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર તેમની આગામી કોમેડી ફિલ્મ ‘બધાઈ દો’માં ચમકશે. આ ફિલ્મના શિડયુલનું બન્નેએ શુટીંગ શરૂ કરી દીધું છે. જંગલી પિકચર્સ દ્વારા સમર્થિત આ ફિલ્મ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા- હિટ ફિલ્મ ‘બધાઈ હો’ની સિકવલ છે. જેનું દિગ્દર્શન હર્ષવર્ધન કુલકર્ણીએ કર્યું હતું. રાવ અને પેડનેકર મસૂરી અને દહેરાદૂનમાં લગભગ બે મહિનાથી શુટીંગ કરી રહ્યા છે. જંગલી પિકચર્સના ઓફીશ્યલ હેન્ડલે ઈન્સ્ટા ગ્રામ પર એક વિડીયો પોસ્ટ કરી છે. જેમાં જાહેરાત કરવામાં આવી છે કે આ અમારી ટીમ છે અને એ તેમનું પાગલપન છે. આ સિકવલ સુમન અધિકારીએ લખી છે, જે ‘બધાઈ હો’ની સહ લેખિકા હતી ‘બધાઈ દો3 માં રાવ અને પેડનેકર સૌ પ્રથમવાર સાથે ચમકી રહ્યા છે. 36 વર્ષીય રાવ આ ફિલ્મમાં પોલીસની ભૂમિકામાં છે જયારે ભૂમિ પીટી ટીચર બની છે. મૂળ ફિલ્મ ‘બધાઈ હો’માં નીના ગુપ્તા અને ગજરાજ રાવે મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેમાં આધેડ વયે ગર્ભાવસ્થાનો સામનો કરતી મહિલાની વાત હતી.