કોરોના સામેના જંગમાં આશાકિરણ: ફાઈઝર વાઈરસ રોકવામાં 94 ટકા અસરકારક

26 February 2021 03:12 PM
World
  • કોરોના સામેના જંગમાં આશાકિરણ: ફાઈઝર વાઈરસ રોકવામાં 94 ટકા અસરકારક

ઈઝરાયલમાં પ્રથમ રિયલ વર્લ્ડ પરીક્ષણમાં દાવો : પ્રથમ ડોઝ બાદ 57 ટકા પ્રતિરોધક ક્ષમતા પેદા થઈ

વોશિંગ્ટન તા.26
કોરોના સામેના જંગમાં આશાની નવી કિરણ જાગી છે. રિયલ વર્લ્ડમાં મોટા પ્રમાણમાં થયેલા અભ્યાસમાં ફાઈઝર બાયો એનટેક તરફથી વિકસીત કરાયેલ કોરોના રસથી કોરોનાને રોકવામાં 94 ટકા સફળતા મળી છે. ન્યુઝીલેન્ડ જર્નલ ઓફ મેડીસીનમાં બુધવારે પ્રકાશિત અધ્યયનમાં સંશોધકોએ જણાવ્યું હતું કે કોરોના રસીથી પેદા થનારી રોગ પ્રતિકારક શક્તિને લઈને અત્યાર સુધી જે ડેરો ઉપલબ્ધ હતો, તે નિયંત્રીત પરિસ્થિતિઓમાં કરવામાં આવેલ કલીનીકલ પરીક્ષણો પર આધારીત હતો. ઈઝરાયેલમાં 12 લાખ લોકો પર થયેલું તાજેતરનું અધ્યયન જણાવે છે કે ફાઈઝરની રસીના બે ડોઝ દરેક વય વર્ગમાં કોરોનાના કેસમાં 94 ટકા સુધી ઘટાડવામાં સક્ષમ છે. તેના પ્રથમ ડોઝમાં જ બે સપ્તાહમાં 57 ટકા રોગ પ્રતિકારક શક્તિ હાંસલ થાય છે. અભ્યાસમાં ફાઈઝરની વેકસીન સાર્સ કોવ-2 સંક્રમણના ગંભીર કેસમાં પણ 90 ટકાથી વધુ ઘટાડો લાવવામાં કારગત નિવડી છે.


Related News

Loading...
Advertisement