(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.26
મોરબીના વાવડી રોડ ઉપર સરદાર ચેમ્બર પાસે આવેલ ડિલકસ પાનની દુકાન પાસે ઉભા રહીને ચલણી નોટ ઉપર જુગાર રમતા બે ઇસમોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે.
એ ડિવિઝન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વાવડી રોડ ઉપર પાનના ગલ્લે જુગાર રમતા બેની ધરપકડ કરાયેલ છે.જેમા નિલેશ ભવાન પાડલીયા પટેલ (37) રહે.ગાયત્રીનગર વાવડી રોડ શેરી નંબર-5 અને ભૂપત રાઘવજી આદ્રોજા પટેલ (35) રહે.વાવડી રોડ જનકનગર શેરી નંબર-2 દુકાનની પાસે ઉભા રહીને ચલણી નોટ આધારે હારજીતનો નોટ નંબરીંગનો જુગાર રમી રહ્યા હોય તેઓની રોકડા રૂપિયા 17,500 સાથે ધરપકડ કરવામાં આવેલી છે.
બાળક સારવારમાં
વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા યુસુફભાઈ માથુકિયા તેમના સાત વર્ષના પુત્ર સહેજાદને બાઈકમાં બેસાડીને નવી રાતીદેવડીથી જુની રાતીદેવડી તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં બાઇકમાંથી તેમનો દીકરો સહેઝાદ (ઉંમર 7) નીચે પડી ગયો હતો જેથી તેને સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે.
મારામારીમાં ઇજા
માળીયા મીંયાણા કાલે મારામારીમાં પિતા-પુત્રને ઇજા થતાં સારવારમાં સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. રહેવાસી ઈકબાલભાઈ મામદભાઇ મોવર (50) અને તેમના પુત્ર આબિદ ઇકબાલભાઈ મોવર (18) નામના પિતા-પુત્રને ઈજાઓ થઈ હતી જેથી કરીને તે બંનેને સારવારમાં અહિંની સિવિલે લાવવામાં આવ્યા છે જેની પ્રાથમિક નોંધ કરી તપાસ કરી વધુ તપાસ અર્થે માળીયા પોલીસને બનાવની જાણ કરવામાં આવેલી છે.