અમદાવાદ મહાપાલિકાના પરિણામના ચાર દિવસ પછી જીતેલા ઉમેદવારને પરાજીત જાહેર કરાયા

26 February 2021 02:26 PM
Ahmedabad ELECTIONS 2021 Gujarat Politics
  • અમદાવાદ મહાપાલિકાના પરિણામના ચાર દિવસ પછી જીતેલા ઉમેદવારને પરાજીત જાહેર કરાયા

કુબેરનગર વોર્ડમાં રસપ્રદ સ્થિતિ : ભાજપના મહિલા ઉમેદવાર વિજેતા જાહેર થયા

રાજકોટ તા.26
ગુજરાતમાં મહાનગરપાલિકાના ચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર થયા હતા અને વિજેતા ઉમેદવારોએ સરઘસ પણ કાઢી લીધા હતા. તથા કોર્પોરેટર બની ગયાનો આનંદ પણ માણી લીધો હતો તે સમયે હવે અમદાવાદમાં કુબેરનગરમાં વિજેતા બનેલા કોંગ્રેસના એક ઉમેદવારને ગઇકાલે મધરાત્રે તેઓ વિજેતા નહી પણ ચૂંટણી હારી ગયા છે તેવી જાણ કરવામાં આવતા રસપ્રદ સ્થિતિ સર્જાઇ હતી. અમદાવાદના કુબેરનગરના વોર્ડ નં.9માં મત ગણતરીના રાઉન્ડ જે રીતે થયા હતા તેમાં ભાજપના ગીતાબાની હાર જાહેર કરવામાં આવી હતી અને કોંગ્રેસના ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં ચૂંટણી પંચની આંતરીક તપાસમાં જાહેર થયુ કે ગીતાબા વધુ મતે જીત્યા છે અને કોંગ્રેસના જગદીશ મોહનાનો પરાજય થયો છે. ચૂંટણી પંચે તૂર્ત જ પોતાની ભૂલ સુધારી હતી અને પરાજીત ઉમેદવારને મધરાત્રે જાણ કરવામાં આવી કે તેઓનું સર્ટીફીકેટ રદ કરવામાં આવ્યું છે અને તેના સ્થાને ભાજપના ગીતાબા ચાવડાને વિજેતા જાહેર કરાયા છે. કુબેરનગરના વોર્ડમાં આ રીતે કોંગ્રેસના જે ચાર ઉમેદવાર જાહેર થયા હતા તે પેનલ પણ તૂટી છે અને ભાજપની કુલ બેઠક 159 હતી તે વધીને 160 થઇ ગઇ છે. જયારે કોંગ્રેસની એક ઘટી છે. ભાજપે આ રીતે 2015 કરતાં વધુ બેઠકો હાંસલ કરી લીધી છે.


Related News

Loading...
Advertisement