રાજકોટ તા.26
ગુજરાતમાં આગામી તા.3ના રોજ રજૂ થનારૂ રાજયનું બજેટ મોબાઇલ પર પણ મેળવી શકાશે. આજે રાજયના નાયબ મુખ્યમંત્રી તથા નાણામંત્રી શ્રી નીતિનભાઇ પટેલે ગુજરાત બજેટ મોબાઇલ એપ્લીકેશનમાં લોંચ કર્યુ છે અને બજેટના દિવસે આ મોબાઇલ એપ્લીકેશન પર તમામ અપડેટ મળી રહેશે અને ગુજરાતના બજેટ સંબંધી અત્યાર સુધીની તમામ માહિતી પણ આ એપ્લીકેશન પર મળશે. નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે ગુજરાતનું બજેટ પૂર્ણ રીતે ડીજીટલ હોય તે જોવા અમે માંગીએ છીએ અને તેનાથી હજારો ટન કાગળનો વપરાશ ઘટશે. દરેક સભ્યોને તેમના મોબાઇલમાં આ એપ્લીકેશન મારફત બજેટ માહિતી અપડેટ થતી રહેશે અને લેપટોપમાં બજેટ જોવા માટે સરકાર ધારાસભ્યોને પેનડ્રાઇવમાં પણ બજેટ આપશે.