અમેરિકી દળોના એર સ્ટ્રાઈકના પગલે ભારતીય શેરબજારમાં કડાકા: સેન્સેકસ 1600 પોઈન્ટ તૂટયો

26 February 2021 02:17 PM
Business
  • અમેરિકી દળોના એર સ્ટ્રાઈકના પગલે ભારતીય શેરબજારમાં કડાકા: સેન્સેકસ 1600 પોઈન્ટ તૂટયો

પ્રમુખ જો બાઈડેનનો પ્રથમ લશ્કરી નિર્ણય સાથે અમેરિકી અર્થતંત્રમાં ફુગાવાની સ્થિતિએ ચિંતા વધારી:સેન્સેકસ 1600 પોઈન્ટ અને નિફટી 470 પોઈન્ટ ઘટયા: સાત ટોચની કંપનીઓમાં રોકાણકારોએ મીનીટોમાં રૂા.1 લાખ કરોડ ગુમાવ્યા

મુંબઈ તા.26
ભારતીય અર્થતંત્રમાં આશાવાદના સંકેતો વચ્ચે અમેરિકાના પ્રમુખ જો બાઈડને તેમના શાસનના પ્રથમ મહત્વના લશ્કરી નિર્ણયમાં સીરીયા સ્થિત ઈરાક સમર્પિત અલગતાવાદી જુથો પર હવાઈ હુમલાનો આદેશ આપતા વૈશ્ર્વિક માર્કેટમાં ફરી એક વખત ગલ્ફ ક્ષેત્રમાં ગભરાટનો માહોલ છવાઈ જતા ભારતનો સેન્સેકસ આજે કડાકા ભડાકા સાથે 1600 પોઈન્ટ તૂટી ગયો છે અને નિફટીમાં મોટા કડાકા નોંધાયા છે. સવારે માર્કેટ ખુલતા જ તેમાં નબળાઈના સંકેત મળી ગયા હતા

પરંતુ આટલો મોટો કડાકો થશે તેવી ભાગ્યે જ કલ્પના હતી. બપોરે 12.10 કલાકે સેન્સેકસ 1613 પોઈન્ટ તૂટીને 49426 નોંધાયો છે. જયારે નિફટી 469 પોઈન્ટ તૂટીને 14628 ની સપાટીએ પહોંચી ગયા હતા. ઓઈલ પ્રાઈઝમાં વધારો તથા બોન્ડનાં વ્યાજમાં પણ વધારાનું કારણ તથા અમેરિકાની એસ્ટ્રાઈક સંપૂર્ણપણે નેગેટીવ સેન્ટીમેન્ટ સર્જી ગયુ છે અને ભારતીય માર્કેટમાં આજે કોહરામ જેવી સ્થિતિ હતી. આજે જ લીસ્ટેડ થયેલો રેલટેલ આ કડાકા સાથે પ્રીમીયમ સાથે લીસ્ટેડ થયો અને તે છેલ્લા સમાચાર મુજબ 119ના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. જે 16 ટકાનું પ્રીમીયમ બતાવે છે. ખાસ કરીને ઈન્સ્ટીટયુશનલ ઈન્વેસ્ટરોએ આ શેરને જાળવી રાખ્યો છે

તો બીજી તરફ લગભગ તમામ ક્ષેત્રમાં કડાકા નોંધાયા છે. અમેરિકામાં પણ ફુગાવો ઉંચો જવાને પગલે વ્યાજદરમાં વધારાના સંકેત મળ્યા છે અને તે ભારત સહિતની માર્કેટો માટે નેગેટીવ સેન્ટીમેન્ટ સર્જી ગયુ છે. ભારતીય શેરબજારમાં આજે પાંચ ટોચની મૂલ્યવાન કંપનીઓના માર્કેટ કેપમાં રૂા.1 લાખ કરોડનુ ધોવાણ થયુ છે અને ખાસ કરીને ઈન્વેસ્ટરોએ ઈન્ફોસીસમાં રૂા.5452.65 કરોડ ગુમાવ્યા છે. હિન્દ લીવરમાં રૂા.493 કરોડ, એચડીએફસીએ અને આઈસીઆઈસીઆઈ બેન્કમાં અનુક્રમે 17415 કરોડ તથા રૂા.16140 કરોડ ગુમાવ્યા છે.


Related News

Loading...
Advertisement