લીંબડીના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા બે ઇસમોને તડીપાર કરાયા

26 February 2021 02:06 PM
Surendaranagar Crime
  • લીંબડીના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા બે ઇસમોને તડીપાર કરાયા


(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા.26
લીંબડીના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારીશ્રીની અખબારી યાદીમા જણાવ્યા અનુસાર લીંબડી સબ ડીવીઝન હેઠળના ચુડા તાલુકામાં માથાભારે, બુટલેગર તેમજ અસામાજીક તત્વો દ્વારા દેશી દારૂ બનાવવો, તેનું વેચાણ કરવું અને તેનો સંગ્રહ કરવા વિગેરેની અસામાજીક પ્રવૃતિઓ કરી જાહેર સુલેહશાંતિનો ભંગ કરી આમજનતા અને સમાજમાં ભય, ત્રાસ તેમજ ડરનું વાતાવરણ ઉભું કરી જાહેર જનતાને હેરાન પરેશાન કરતા અસામાજીક તત્વોને ડામી દેવા માટે સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષકશ્રી તરફથી આવા ઈસમોને હદપાર કરવા દરખાસ્ત મોકલવામાં આવતા તે અંગેના કેસો લીંબડીના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં ગામ-વેજળકા, તા-ચુડાના રહેવાસી અલ્પેશભાઈ દાનાભાઈ ધરજીયા અને ગામ-નવી મોરવાડ તા-ચુડાના રહેવાસી ભરતભાઈ સાગરભાઈ માત્રાણીયાને સુરેન્દ્રનગર જિલ્લા હદવિસ્તાર તથા તેને અડીને આવેલ મોરબી, અમદાવાદ, રાજકોટ અને બોટાદ જિલ્લાઓમાંથી એક-એક વર્ષની મુદત માટે તડીપાર કરવાના હુકમો કરવામાં આવેલ છે.


Related News

Loading...
Advertisement