સાયલા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રચાર અર્થે પહોંચ્યા

26 February 2021 01:09 PM
Surendaranagar Gujarat
  • સાયલા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રચાર અર્થે પહોંચ્યા
  • સાયલા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રચાર અર્થે પહોંચ્યા
  • સાયલા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રચાર અર્થે પહોંચ્યા

કોંગ્રેસ પક્ષ ઉપર કર્યા આકરા પ્રહારો : સભા સ્થળે જનમેદની ઉમટી પડી : ભાજપ પક્ષે કરેલા કાર્યો ઉપર વિજય રૂપાણીએ ભાર મૂક્યો : મહાનગરપાલિકા બાદ હવે પાલિકા અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાશે : વિજય વિશ્ર્વાસ વ્યક્ત કર્યો

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 26
સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવવી રહી છે ત્યારે હવે ગણતરીના દિવસો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને બાકી છે ત્યારે આજે સાંજથી આચાર સંહિતાનો કડક અમલ કરાવવા માટે પાંચ વાગ્યા બાદ પ્રચાર-પ્રસારના કરવાના રહેશે ત્યારે સુરેન્દ્રનગર ખાતે દિગ્ગજ નેતાઓ ભાજપના સભા સરઘસ અને રેલીઓ યોજી રહ્યા છે ત્યારે પ્રચાર પ્રસારના છેલ્લા દિવસે આજે સાયલા ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા છે.


સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આજે શુક્રવાર સાંજતી પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ત્યારે કોંગ્રેસનો ગઢ ગણાતા સાયલા તાલુકામાં પણ વેતરણી પાર પાડવા રાજ્યના મુખ્યમંત્રી ચૂંટણી સભા સંબોધિ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પ્રચારનો છેલ્લો દિવસ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકીય પક્ષો દ્વારા મતો અંકે કરવા પ્રચાર-પ્રસારનો ધમધમાટ શરૂ કર્યો છે અને ભાજપ-કોંગ્રેસ દ્વારા દિગ્ગજ નેતાઓને પ્રચાર માટે મેદાને ઉતારી બેઠકો કબજે કરવા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે.


ઇતિહાસમાં પણ ક્યારે પણ સત્તા હાંસિલ નહીં કરનાર ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા માટે વિજય રૂપાણી ખુદ આજે સાયલા ખાતે સભા નું સંબોધન કર્યું છે. 20 તાલુકા પંચાયત અને 4 જિલ્લા પંચાયતની ચૂંટણી સાયલા ખાતે છે. દેશ આઝાદ થયો ત્યાર પછી આજ દિવસ સુધી ક્યારેય પણ ભાજપ સાયલા તાલુકા પંચાયતમાં ચૂંટણી લડી અને સત્તા હાંસલ કરી શકી નથી. દેશ આઝાદ થયોત્યારે માત્ર ગઈ ટર્મ પાછળના અઢી વર્ષ તોડજોડની રાજનીતિ કરી અને સત્તા ઉપર બેઠી હતી. ભાજપ આજ દિવસ સુધી સીધી સત્તા હાંસલ કરી શક્યું નથી.


ત્યારે સાયલા ખાતે ભાજપનો ભગવો લહેરાવવા માટે માટે અને કોંગ્રેસના ગઢ ના ગાબડા પાડવા માટે ખુદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રચાર પ્રસારના અંતિમ દિવસે સાયલા ખાતે પહોંચી અને સભાનું સંબોધન કરવામાં આવ્યું છે તે ઉલ્લેખનીય છે કે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રચાર-પ્રસારનું છેલ્લો દિવસ છે ત્યારે ખુદ વિજયભાઈ રૂપાણી કોરોનાને તાજેતરમાં માત આપી સાજા થઈને પ્રચાર-પ્રસાર માટે બહાર આવ્યા છે.


સભા સંબોધન દરમિયાન વિજયભાઈ રૂપાણી દ્વારા સ્ટેજ ઉપર ખુરશી ઉપર બેસીને જવાનું સંબોધન કરવામાં આવ્યું હતુ મોટી સંખ્યામાં સાયલા વાસીઓ આ સભામાં જોડાયા હતા ત્યારે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં સાયલા ખાતે એક પણ વખત તાલુકા પંચાયતમાં ભાજપ પક્ષ જીત્યું નથી કોંગ્રેસ જીતી રહી છે ત્યારે કોંગ્રેસના ગઢ ના ગાબડા પાડવા માટે ખુદ વિજયભાઈ રૂપાણી મેદાને આવ્યા છે સભા સંબોધન કરી અને ભાજપને મત આપવા માટે ખુદ વિજયભાઈ રૂપાણીએ ચાલુ સભામાં સાયલા ની જનતા ને અપીલ કરી છે.


ભાજપ પક્ષે કરેલા કાર્યો ઉપર વિજય રૂપાણીએ વધુ ભાર મૂક્યો
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે આજે ખુદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સભા સંબોધન કરી અને ભાજપને મત આપવા માટે સાયલા વાસીઓને અપીલ કરવામાં આવી હતી ત્યારે સાયલા એ કોંગ્રેસનો ગઢ ગણવામાં આવી રહ્યો છે અત્યાર સુધીમાં એક પણ વખત સાયલામાં તાલુકા પંચાયત ભાજપની નથી ત્યારે આ વર્ષે સાયલા તાલુકા પંચાયત ભાજપની બને તે હેતુથી ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રચાર-પ્રસાર માટે મેદાને આવ્યા છે સભા ને સંબોધન કરવામાં આવી છે.


ઉલ્લેખનીય છે કે વિજયભાઈ રૂપાણી દ્વારા ભાજપ પક્ષે કરેલા વિવિધ વિકાસના કામો ઉપર વધુ ભાર મૂકયો હતો અને સભા ના પ્રવચન દરમિયાન મહાનગર પાલિકા બાદ હવે પાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાશે તેવો વિજય વિશ્વાસ વ્યક્ત વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં નગરપાલિકા તાલુકા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની 342 ભાજપ ના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.


સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ ભાઈ મકવાણા દ્વારા પણ જિલ્લામાં ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાશે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં કુલ 342 માંથી 300થી વધુ સીટો ભાજપને આવશે તેઓ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે ત્યારે 28મી ફેબ્રુઆરીના દિવસે મતદાન યોજાનાર છે ત્યારે 2 માર્ચે પરિણામ આવશે ત્યારબાદ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે.


સુરેન્દ્રનગર ભાજપથી નારાજ સમાજના આગેવાનોને મુખ્યમંત્રી દ્વારા સમજાવવાનો પ્રયાસ
સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી અને જિલ્લા પંચાયતની ચૂંટણી 28મી ફેબ્રુઆરીના દિવસે યોજાવા જઇ રહી છે ત્યારે અને સમાજના આગેવાનોને ટિકિટ ન મળતાં હાલમાં અનેક સમાજમાં ભાજપ પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે જેને અર્થે આજે સુરેન્દ્રનગરના સાયલા ખાતે ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સભા કરવા પહોંચ્યા છે અને કોંગ્રેસ પક્ષ ઉપર આકરા પ્રહારો કરી આગામી દિવસોમાં પાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ભાજપની બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.સુરેન્દ્રનગર ભાજપથી નારાજ સમાજના આગેવાનોને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સમજાવવાનો પ્રયાસ હાથ ધરી અને કામે લાગવા માટે આહવાન કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગમે તે સંજોગોમાં ભાજપ નો ભગવો લહેરાય તેવી આશા પર વિજયભાઈ રૂપાણી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement