મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી ચોટીલા ચામુંડા માતાજીનાં દર્શને

26 February 2021 01:00 PM
Surendaranagar Gujarat
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી ચોટીલા ચામુંડા માતાજીનાં દર્શને
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી ચોટીલા ચામુંડા માતાજીનાં દર્શને

સી.એમ કોરાનામુક્ત થતા અંજલીબેન રૂપાણીએ માતાના દરબારમાં માથુ ટેકવ્યુ : ચોટીલા ડુંગર તળેટીમા બીરાજમાન ચામુંડા માતાના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 26
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તાજેતરમાં કોરોનાને માત આપી અને સાજા થઈને પોતાના ઘેર પરત ફર્યા છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ ઝડપી કોરોનાને માત આપી સજા થાય તે હેતુથી માં ચામુંડા માતાજીની બાધા રાખવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે ત્યારે તાજેતરમાં જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કોરોના ને હરાવી અને સાથે પોતાના ઘેર પરત ફરી અને હાલમાં પ્રચાર-પ્રસારનો દોર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શરૂ કરી દીધો છે.


ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કોરોનાને હરાવી અને સાજા થતાની સાથે જ અંજલીબેન રૂપાણી માં ચામુંડા માતાજીની બાધા રાખવામા આવી હતી તે પૂર્ણ કરવા ચોટીલા ખાતે પહોંચ્યા છે સવારે અંજલીબેન રૂપાણી ચોટીલા ખાતે પહોંચી અને માં ચામુંડા માતાજીના સાનિધ્યમાં પહોંચી અને માતાજીને શીશ જુકાવી અને પ્રાર્થના કરવામાં આવી છે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની બાધા પણ પૂર્ણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અંજલીબેન રૂપાણી સાથે નીતિનભાઈ ભારદ્વાજ સહિતના ભાજપના અગ્રણીઓ પણ ચોટીલામાં બિરાજમાન મા ચામુંડા માતાજીના દર્શને પહોંચ્યા હતા અને માતાજીના સાનિધ્યમાં શીશ ઝુકાવી અને પ્રાર્થના કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સ્વાસ્થ્ય સારું રહે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ પક્ષની જીતે થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે પોલીસ બંદોબસ્ત સાથે અંજલીબેન રૂપાણી ચોટીલા ખાતે આવી અને માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી.


Related News

Loading...
Advertisement