ખાડીમાં ફરી ભડકો: સીરીયામાં ઈરાન સમર્થક પર અમેરિકાનો હવાઈ હુમલો

26 February 2021 12:40 PM
Top News World
  • ખાડીમાં ફરી ભડકો: સીરીયામાં ઈરાન સમર્થક પર અમેરિકાનો હવાઈ હુમલો

અનેક વિદ્રોહીઓના મોત: ઈરાન એલર્ટ

વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ તરીકે સતા સંભાળ્યા બાદના પ્રથમ મીલીટ્રી એકશનમાં પ્રમુખ જો બાઈડનના આદેશ બાદ અમેરિકી હવાઈદળે પુર્વીય સીરીયામાં ઈરાક સમર્થન આતંકી જૂથો પર બોમ્બ વર્ષા કરતા ઓછામાં ઓછા 17 બળવાખોરો માર્યા ગયા હતા અને સેંકડો ઘવાયા છે. બાઈડનનું ઈરાન સામે આ મોટુ પગલુ માનવામાં આવે છે. આ માસમાં જ ઈરાનમાં અમેરિકી દૂતાવાસના કર્મચારીઓ તથા સુરક્ષાગાર્ડ પર જે હુમલા થયા તેનો બદલો લેવા બાઈડને આ પ્રકારના હુમલાના આદેશ આપ્યા હોવાનું માનવામાં આવે છે. જો કે બાઈડને ઈરાન પર સીધુ આક્રમણ કરવાનું ટાળ્યું છે પણ સીરીયામાં જે રીતે ઈરાન બળવાખોરોના એક જૂથને શસ્ત્રો અને સમર્થન આપી રહ્યું છે તેને બંધ કરવા આ પગલુ લીધુ છે. અલગ અલગ મથકો પરથી અમેરિકી હવાઈદળના વિમાનો ઉડયા હતા અને આ હુમલરા બાદ સલામતી પરત આવ્યો છે. અમેરિકાનું આ પગલું બાઈડન હવે ઈરાન સામે કોઈ ઢીલાશ રાકશેનહી તે સંકેત આપ્યો છે અને તેનાથી ખાડીના દેશોમાં ફરી તનાવ વધશે.


Related News

Loading...
Advertisement