પરિવારને રાક્ષસોથી બચાવવા હેવાન બન્યો, મહિલાનું હૃદય કાઢી બટેટા સાથે પકાવ્યું

26 February 2021 12:36 PM
Crime World
  • પરિવારને રાક્ષસોથી બચાવવા હેવાન બન્યો, મહિલાનું હૃદય કાઢી બટેટા સાથે પકાવ્યું

અંધશ્રધ્ધાનાં ચકકરમાં અમેરિકામાં કાળજુ કંપાવનારી ઘટના:એક મહિલાની હત્યા કર્યા બાદ અમેરિકાના શખ્સે કાકા-કાકી પર હુમલો કર્યો, કાકાનું મોત, કાકી ઘાયલ

વોશીંગ્ટન તા.26
અમેરિકાનાં ઓકલાહોમમાં એક કાળજુ કંપાવતી ઘટના બની હતી. ત્રણ લોકોની હત્યા કરનાર આરોપીએ એક મહિલાના શરીરમાંથી હૃદય કાઢીને તેને બટેટા સાથ રાંધ્યુ હતું.ઓકલાહોમાનાં નિવાસી આ આરોપીનું નામ લોરેન્સ પોલ એન્ડરસન છે.કેસની તપાસ કરતાં અધિકારીએ જણાવ્યું હતું કે એન્ડરસને કથિત રીતે પોતાની પાડોશી મહિલાની હત્યા કરી હતી એટલુ જ નહિં તેનુંહૃદય બહાર કાઢીને એ હૃદય લઈને પોતાના કાકાનાં ઘેર ગયો હતો. જયાં બટેટા સાથે આ હૃદયને તેણે પકાવ્યુ હતું. અલબત રિપોર્ટમાં એ પણ જણાવાયું હતું કે તેણે આ હૃદયને તેના કાકા અને કાકીને ખવડાવવાની કોશીશ પણ કરી હતી. બાદમાં આ સનકી એન્ડરસને કાકા-કાકી પર પણ હુમલો કરેલો.જેમાં કાકાનું મોત થયેલુ અને કાકી ઘાયલ થઈ ગયા હતા. એન્ડરસનની હેવાનિયત અહીથી નહોતી અટકી તેણે દંપતીની ચાર વર્ષિય પૌત્રીની પણ હત્યા કરી નાખી હતી.અધિકારીએ જણાવ્યું હતું કે એન્ડરસન પોતાના પરિવારને રાક્ષસોથી મુકત કરાવવા માટે હૃદયને બટેટા સાથે; પકાવ્યુ હતું. તે પોતાના પુરી પરિવારને આ ખવડાવવા માંગતો હતો.

આરોપીએ ગુનો કબુલ્યો અગાઉ ડ્રગના કેસમાં20 વર્ષની સજા થયેલી
ધરપકડ બાદ એન્ડરસને ગુનો કબુલ્યો હતો. અદાલતમાં તેણે રોતા રોતા કહ્યું હતું કે તેને ન તો ટ્રાયર જોઈએ છે ન તો જામીન તેના વકીલે જણાવ્યું હતું કે તે એન્ડરસનની માનસિક હાલતની તપાસ કરાવશે ત્યારબાદ ખબર પડશે કે તે કેસનો સામનો કરવા યોગ્ય છે કે નહિં. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017 માં ડ્રગનાં કેસમાં તેને 20 વર્ષની સજા થઈ હતી. બાદમાં ઓકલાહોમના ગવર્નરે તેની સજાને ઘટાડીને 9 વર્ષ કરી દીધી હતી જોકે ત્રણ વર્ષની સજા ભોગવ્યા બાદ એન્ડરસનને છોડી મુકાયો હતો હવે ગવર્નર એન્ડરસનની સજા ઘટાડવાનાં નિર્ણયની ટીકા થઈ રહી છે.


Related News

Loading...
Advertisement