ગુલામનબી આઝાદના આમંત્રણથી કોંગ્રેસના ‘બાગી’ નેતાઓ કાશ્મીરમાં

26 February 2021 12:33 PM
ELECTIONS 2021 India Politics
  • ગુલામનબી આઝાદના આમંત્રણથી કોંગ્રેસના ‘બાગી’ નેતાઓ કાશ્મીરમાં

કોંગ્રેસના નેતાઓની ‘વીક એન્ડ પાર્ટી’થી પક્ષમાં નવો ખળભળાટ:કપિલ સિબ્બલ- મનોજ તિવારી સહિતના ડઝન નેતાઓ ત્રણ દિવસ ‘મનોમંથન’ કરશે: ગાંધી કુટુંબ અને તેના વફાદારોને દૂર રખાયા

નવી દિલ્હી:
દેશમાં એક બાદ એક ચૂંટણીમાં કોંગ્રેસના સતત પરાજય અને આગામી સમયમાં આવી રહેલી પાંચ રાજયોની ધારાસભા ચૂંટણીમાં પણ આ પક્ષની જૂનીયર પાર્ટનર જેવી હાલત વચ્ચે પક્ષમાં લાંબા સમયથી નેતૃત્વ અંગે ચાલી રહેલા વિવાદમાં હવે એક રસપ્રદ વળાંક આવ્યો છે અને તે કોંગ્રેસમાં ઓલ્ડ વિ. ગાંધી જેવી સ્થિતિ પણ બનાવી શકે.હાલમાંજ રાજયસભામાંથી અને વિપક્ષના નેતાપદેથી પણ નિવૃત થયેલા જમ્મુ-કાશ્મીરના તથા કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્રી ગુલામનબી આઝાદે તેમાં હોમ સ્ટેટની ત્રણ દિવસની મુલાકાતમાં અગાઉ કોંગ્રેસ મોવડીમંડળ તે પત્ર લખનાર પક્ષના જ 23 સભ્યોમાંથી મોટાભાગના નેતાઓને આજથી રાજયની મુલાકાત લેવા અને આઝાદના મહેમાન બનવા આમંત્રણ આપ્યુ છે.

નિશ્ચિત થયેલા શેડયુલ મુજબ કોંગ્રેસના સીનીયર નેતા અને રાજયસભામાં વિપક્ષના નાયબ નેતા આનંદ શર્મા હરિયાણામાં વિપક્ષના નેતા તથા પુર્વ મુખ્યમંત્રી ભુપીન્દરસિંઘ હુડ્ડા ઉપરાંત કોંગ્રેસના સિનીયર સાંસદ મનોજ તિવારી, કપિલ સિબ્બલ, અખિલેશ પ્રસાદ સિંઘ, વિવેક તન્બા તો જમ્મુ પહોંચી ગયા છે જયાં આજે સાંજે આઝાદનો એક સન્માન સમારોહ પણ યોજાવાનો છે. જમ્મુ-કાશ્મીરના કોંગ્રેસના એક નેતાઓએ આ આયોજન કર્યુ છે. કોંગ્રેસના સિનીયર નેતા માટેની આ મુલાકાતને અત્યંત રસપદ રીતે જોવામાં આવી રહી છે.

ખાસ કરીને પક્ષના 23 નેતાઓએ હવે નેતૃત્વનો મુદો ઝડપથી ઉકેલવા માટે જે પત્ર લખ્યો હતો તે દેશના અનેક રાજયમાં કોંગ્રેસ સર્કલમાં ફરતો કરવામાં આવ્યો છે. જમ્મુમાં કોંગ્રેસના નેતાઓ ગાંધી ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન નામના એક સંગઠનના નેજા હેઠળ અનેક સામાજીક રાજકીય જૂથો સાથે પણ બેઠકો યોજવાની છે. શ્રી આઝાદ રાજયના મુખ્યમંત્રી રહી ચૂકયા છે. તેઓ રાજયના ચહેરા તરીકે જાણીતા છે અને આ ક્ષેત્રના સૌથી જાણીતા રાજનેતા પણ છે. પક્ષના વર્તુળો માને છે કે કોંગ્રેસ મોવડીમંડળ ખાસ કરીને ગાંધી કુટુંબ હવે પક્ષની દ્રષ્ટીએ વિચારે તે માટે એક દબાણ ઉભુ કરવાનો પણ વ્યુહ છે.


કોંગ્રેસ પક્ષે એપ્રીલ-મે માસમાં સંગઠનાત્મક ચૂંટણીઓ યોજવા અને તથા રાષ્ટ્રીય પ્રમુખ પણ પસંદ કરવાનું શેડયુલ જાહેર કર્યુ છે પણ તે દિશામાં કોઈ નકકર પગલા લેવાયા નથી અને પક્ષનું એક જૂથ જેઓ રાજસ્થાન અને પંજાબના મુખ્યમંત્રીઓ સામેલ છે. તેમાં રાહુલ ગાંધી ફરી કોંગ્રેસનું નેતૃત્વ સ્વીકારે તેવી માંગ કરી છે. ગત મહિને સોનિયા ગાંધીએ કોરોના કાળ બાદ પ્રથમ વખત સીનીયર નેતાઓની વર્ચ્યુઅલ બેઠક યોજી હતી પણ તેમાં કશું નકકર થયું નથી અને હજુ પણ આગામી ચૂંટણીમાં પક્ષ કઈ રીતે લડવા માંગે છે. તે અંગે એક પણ બેઠક કરી નથી. તેથી રાજયના નેતાઓ પણ અકળાયા છે.


Related News

Loading...
Advertisement