મુંબઈ તા.26
કંગના રણોત સાથેના વિવાદમાં ઋત્વીક રોશનનું નિવેદન નોંધવામાં આવશે અને આ મામલે મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચે ઋત્વિકને સમન પણ મોકલ્યુ છે. અભિનેતાને આવતીકાલે પોતાનું નિવેદન નોંધાવવા ક્રાઈમ બ્રાંચે આવવાનું કહેવામાં આવ્યુ છે.ઉલ્લેખનીય છે કે આ કેસ વર્ષ 2016 નો છે.જયારે ઋત્વિકને કંગનાના એકાઉન્ટમાંથી 100 થી ઈ-મેલ મળ્યા હતા અને આ મામલે ઋત્વીકે ફરિયાદ કરી હતી. આ કેસની તપાસ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે કેટલાંક દિવસ પહેલાં જ ઋત્વીક રોનના આ કેસને સાઈબર સેલથી ક્રાઈમ બ્રાંચ ઈન્ટેલીજન્સ યુનિટમાં ટ્રાન્સફર કર્યો હતો. રિપોર્ટ મુજબ ઋત્વીક રોશનના વકીલ મહેશ જેઠમલાણીએ કેસ ટ્રાન્સફર કરવા માટે મુંબઈ પોલીસ કમિશ્નરને પત્ર લખ્યો હતો. ત્યારબાદ આ નિર્ણય લેવાયો હતો. કેસમાં સાઈબર સેલમાં કોઈ પ્રગતિ ન થતાં આ કેસ ક્રાઈમ ઈન્ટેલીજન્સ યુનિટને ટ્રાન્સફર કરાવી દેવો જોઈએ. મહેશ જેઠમલાણીએ જણાવ્યું હતું કે અભિનેતા આ કેસમાં પૂરો સહયોગ આપી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016 માં કંગના અને ઋત્વિીક વચ્ચે વિવાદ થયો હતો. કંગનાએ જણાવ્યું હતું કે તે ઋત્વીક સાથે સંબંધમાં હતી.