જુનાગઢ જિલ્લા/તાલુકા-પાલિકાની ચૂંટણીમાં 101ર મતદાન મથકો : રર48 ઇવીએમ મુકાશ

26 February 2021 12:18 PM
Junagadh Politics
  • જુનાગઢ જિલ્લા/તાલુકા-પાલિકાની ચૂંટણીમાં
101ર મતદાન મથકો : રર48 ઇવીએમ મુકાશ

દરેક મતદાન બુથમાં બે ઇવીએમ મશીનમાં મતદાન થશે

જુનાગઢ, તા. ર6
રવિવાર તા. ર8 ફેબ્રુઆરીના જુનાગઢ જીલ્લા પંચાયત-તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન હોય ત્યારે તે માટે ચૂંટણી અને વહીવટી તંત્ર દ્વારા કુલ 101ર મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 2248 ઇવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. જીલ્લા-તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી સાથે હોય જેથી દરેક મતદાન મથકે બે ઇવીએમ મશીન દ્વારા મતદારોએ મત આપવાનો રહેશે. જયાં જીલ્લા કે તાલુકા પંચાયતની સીટ (બેઠક) બીનહરીફ થઇ છે ત્યાં એક ઇવીએમ રહેશે. જીલ્લા પંચાયતની 30 બેઠકમાં 9ર, તાલુકા પંચાયતોમાં 1પ8 બેઠકમાં 443 અને કેશોદ નગરપાલિકાની 36 બેઠકો પર10પ ઉમેદવારો ઉભા રહ્યા છે.
ત્રણયમાં 1012 મતદાન મથકોમાં રર48 ઇવીએમ મશીનનો ઉપયોગ થશે સાથે નિયમ મુજબ 10 ટકા ઇવીએમ એકસ્ટ્રા રાખવામાં આવતા હોય છે જે ખરાબ થયો તેનો ઉપયોગ કરી શકાશે.


Related News

Loading...
Advertisement