બાઈડેને ગ્રીન કાર્ડ પરની રોક હટાવી: લાખો ભારતીયોને થશે લાભ

26 February 2021 12:17 PM
World
  • બાઈડેને ગ્રીન કાર્ડ પરની રોક હટાવી: લાખો ભારતીયોને થશે લાભ

બાઈડેને ટ્રમ્પનો ફેસલો પલટાવતા કહ્યુ એનાથી અમેરિકાને ફાયદો થશે

વોશીંગ્ટન તા.26
અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડને બુધવારે પોતાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનકાર્ડ પર જાહેર કરેલ રોકને હટાવી દીધી હતી. આ બારામાં બાઈડને જણાવ્યું હતું કે એથી અમેરિકાને નુકશાન થાય છે.
ટ્રમ્પે વૈશ્વિક મહામારી દરમ્યાન આ નિતિને લાગુ કરી હતી. જે અંતર્ગત ગ્રીનકાર્ડ અરજદારોને અમેરિકા આવવા પર રોક લગાવાઈ હતી. પરંતુ બાઈડનના ફેસલાથી ભારત સહિત દુનિયાભરનાં વ્યાવસાયિકોને રાહત મળશે.


બાઈડને જણાવ્યું હતું કે કાનુની ઈમિગ્રેશનને રોકવુ અમેરિકાનાં હિતમાં નથી, એનાથી અમેરિકાને નુકશાન થાય છે તે અમેરિકાનાં ઉદ્યોગને પણ પ્રભાવિત કરે છે. જેમાં વિશ્ર્વભરનાં પ્રતિભાશાળી લોકોનો હિસ્સો છે. અમેરિકન વકીલ સંઘના અનુસાર આ ટ્રમ્પના આદેશોથી મોટાભાગનાં ઈમિગ્રેશન વિઝા પર રોક લગાવાઈ હતી.અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના આ પગલાથી અમેરિકામાં એચ-1 બી વિઝા પર કામ કરનારા ભારતીયોને પણ ફાયદો થશે.આ પહેલા બાઈડન પ્રશાસને અમેરીકી નાગરિકતા વિધેયક 2021 સંસદમાં રજુ કરેલુ. અલબત કાયદો બન્યા બાદ એચ-વન બી વિઝાધારકોનાં આશ્રિતોને પણ કામ કરવાની મંજુરી મળશે.અમેરિકામાં પાંચ લાખ એવા ભારતીયો છે જેમની પાસે ત્યાં રહેવાના કાનૂની દસ્તાવેજ નથી.

શું છે ગ્રીનકાર્ડ?
ગ્રીનકાર્ડને અધિકૃત રીતે કાયમી નિવાસી કાર્ડ પણ કહેવામાં આવે છે. તે અમેરિકામાં બિન નિવાસીઓને આપવામાં આવતો એક એવો દસ્તાવેજ છે જે એ બાબતનું પ્રમાણ છે કે ઉકત વ્યકિતને સ્થાયીરૂપે દેશમાં રહેવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જાહેર થયા બાદ તેની યોગ્યતા 10 વર્ષની હોય છે. બાદમાં તેને રિન્યુ કરાવવો પડે છે.


Related News

Loading...
Advertisement