રાજકોટ જિલ્લામાં પંચાયતોની ચૂંટણી માટે 3000 જવાનોનો જડબેસલાક બંદોબસ્ત

26 February 2021 12:15 PM
Rajkot Politics
  • રાજકોટ જિલ્લામાં પંચાયતોની ચૂંટણી માટે 
3000 જવાનોનો જડબેસલાક બંદોબસ્ત
  • રાજકોટ જિલ્લામાં પંચાયતોની ચૂંટણી માટે 
3000 જવાનોનો જડબેસલાક બંદોબસ્ત
  • રાજકોટ જિલ્લામાં પંચાયતોની ચૂંટણી માટે 
3000 જવાનોનો જડબેસલાક બંદોબસ્ત

પોલીસ, એસઆરપી, સીઆઇએસએફ, હોમગાર્ડ, જીઆરડી જવાનો સુરક્ષા વ્યવસ્થા સંભાળશે, 1079 મતદાન મથકો ઉપર ચુસ્ત પહેરા : એસપી બલરામ મીણા, ક્રાઇમ બ્રાંચ, એસઓજી સાથેની સ્ટ્રાઇકીંગ ફોર્સ થકી સતત સુરક્ષાનું નિરીક્ષણ કરશે : કયુઆરટીની 18 ટીમ, 68 મોબાઇલ પેટ્રોલીંગ વાન દોડતી રહેશે : 92 ટકા પરવાનાવાળા હથિયારો જમા થયા, અન્યોને નિયમ મુજબ છુટ અપાઇ

રાજકોટ તા.26
રાજયમાં 6 મહાપાલિકાઓની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ. હવે પોલીસ વિભાગ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીને લઇ કામગીરીમાં લાગ્યો છે. રાજકોટ જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં કુલ 680 બિલ્ડીંગોમાં 1079 મતદાન મથકો રાખવામાં આવ્યા છે. ચૂંટણી દરમિયાન કોઇ અઘટીત ઘટના ન બને અને લોકો શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે જિલ્લાભરમાં 3000 જવાનોનો કડક સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચ, એસઓજી, 18 જેટલા પોલીસ મથકોનો સ્ટાફ દ્વારા છેલ્લા 1 માસ જેટલા સમયથી ચૂંટણી અનુસંધાનની કામગીરી ચાલી રહી છે. પોલીસ પાસેથી મળતી વિગત મુજબ મતદાનના દિવસે 1082 પોલીસ જવાનો, એસઆરપીની 2 કંપની અને 1 પ્લાટુન, સીઆઇએસએફની 1 કંપની, 1625 હોમગાર્ડ-જીઆરડી જવાનો બંદોબસ્તમાં રહેશે. આ સિવાય કયુઆરટીની 18 ટીમો બનાવાઇ છે. ઉપરાંત 68 મોબાઇલ પેટ્રોલીંગ વાન પણ સતત દોડતી રહેશે. સમગ્ર જિલ્લામાં સુરક્ષા બંદોબસ્તનું સુપર વિઝન ડીવાયએસપી રેન્કના ચાર અધિકારીઓ કરશે.
સુરક્ષા બંદોબસ્તમાં સ્ટ્રાઇકીંગ ફોર્સ કે જેમાં ક્રાઇમ બ્રાંચ, એસઓજી અને સીઆઇએસએફનો સમાવેશ થાય છે તેમની સાથે એસપી જોડાશે અને પેટ્રોલીંગ કરવામાં આવશે. ચૂંટણીને હાલ સંવેદનશીલ, અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ અને એરીયા ડોમીનેશન કરવામાં આવી રહ્યું છે. કોરોના મહામારી વચ્ચે ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે મતદાન મથકો પર સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતની કોરોના ગાઇડ લાઇનનું પાલન થાય તે માટે પણ પોલીસ સતત નજર રાખશે. બંદોબસ્તમાં જોડાયેલા જવાનોને પણ માસ્ક, ફેઇસ શિલ્ડ, હેન્ડ ગ્લોવ્ઝ, સેનેટાઇઝરની ફાળવણી કરાઇ છે. જિલ્લાભરમાંથી પરવાનાવાળા 92 ટકા હથિયારો પોલીસે જમા લીધા છે અને અન્યોને નિયમ મુજબ છુટ અપાઇ છે.

પપ00થી વધુ આરોપીઓની અટકાયત
ચૂંટણી અનુસંધાનની કામગીરી દરમિયાન છેલ્લા 1 માસમાં રાજકોટ ગ્રામ્ય પોલીસે 5574 આરોપીઓની અટકાયત કરી છે. જેમાં અતિ સંવેદનશીલ વિસ્તારમાંથી 110, સંવેદનશીલ વિસ્તારોમાંથી 695 અને સામાન્ય ગણાતા વિસ્તારોમાંથી 4769 શખ્સો સામે અટકાયતી પગલા લેવાયા છે. ઉપરાંત રૂા.5.40 લાખની કિંમતનો વિદેશી દારૂ 42820ની કિંમતનો 2141 લીટર દેશી દારૂ કબ્જે કરાયો છે. આમ દારૂના કેસોમાં કુલ 23 લાખનો મુદામાલ કબ્જે કરાયો છે. જિલ્લાભરમાં આવેલ 14 ચેક પોસ્ટ પરથી 18831 વાહનોનું ચેકીંગ કરાયું છે.


Related News

Loading...
Advertisement