અમદાવાદની પીચ ઉપર રન બનાવવા માટે ‘દમ’ હોવો જોઈએ: રોહિત શર્મા

26 February 2021 11:49 AM
Sports
  • અમદાવાદની પીચ ઉપર રન બનાવવા માટે ‘દમ’ હોવો જોઈએ: રોહિત શર્મા

સકારાત્મક વલણ હોય તો આ પ્રકારની પીચ ઉપર પણ રન બનાવી શકાય

અમદાવાદ, તા.26
ભારતની ઈંગ્લેન્ડ ઉપર 10 વિકેટે જીત બાદ અમદાવાદની પીચ ઉપર સવાલો ઉભા થવા લાગ્યા છે. ત્રીજો ટેસ્ટ મેચ 2 દિવસમાં જ પૂરો થઈ ગયો છે અને બીજા દિવસે કુલ 17 વિકેટ પડતાં અનેક ક્રિકેટ નિષ્ણાતો પીચને ખરાબ ગણાવવા લાગ્યા છે. જો કે ભારતીય ઓપનર રોહિત શર્માને આવું બિલકુલ લાગી રહ્યું નથી. તેણે પીચને સામાન્ય કરાર આપતાં કહ્યું કે આવી પીચ પર રન બનાવવા માટે ‘દમ’ની જરૂર હોય છે. રોહિત શર્માએ પહેલી ઈનિંગમાં પોતાની અર્ધસદી માટે સકારાત્મક વલણને શ્રેય આપ્યો હતો.


આ સીનિયર બેટસમેને ભારત માટે મેચની એકમાત્ર અર્ધસદી બનાવી હતી જ્યારે ભારતના સ્પીનરોએ 19 વિકેટ મેળવી હતી. ઈંગ્લેન્ડના બેટસમેનોને અક્ષર પટેલના ‘સીધા’ બોલે ચકમો આપ્યો જે ટર્ન લેવાની જગ્યાએ સીધી ‘સ્કીડ’ કરી રહી હતી. રોહિતે મેચ સમાપ્ત થયા બાદ વર્ચ્યુલ પત્રકાર પરિષદમાં કહ્યું કે જ્યારે તમે આવી પીચ ઉપર રમો છો ત્યારે તમારી અંદર રન બનાવવાની ભૂખ હોવી જોઈએ અને તમારે કોશિશ પણ એટલી જ કરવી જોઈએ. તમે માત્ર બોલને બ્લોક ન કરી શકો. તમે જોયું હશે કે અમુક અમુક બોલ જોરદાર ટર્ન લઈ રહ્યા હતા અને જ્યારે તમે ટર્ન માટે રમો છો ત્યારે કોઈ બોલ સ્ટમ્પ તરફ સ્કીડ (લપસી) પણ રહી હતી.


Related News

Loading...
Advertisement