વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઈનલમાં હવે ભારત અથવા ઓસ્ટ્રેલિયા જ પહોંચશે: ઈંગ્લેન્ડ બહાર

26 February 2021 11:47 AM
Sports
  • વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઈનલમાં હવે ભારત અથવા ઓસ્ટ્રેલિયા જ પહોંચશે: ઈંગ્લેન્ડ બહાર

જો ચોથા ટેસ્ટ મેચમાં ભારત હારે તો ઓસ્ટ્રેલિયા પહોંચશે, ડ્રો જાય અથવા જીત મળે તો ભારત ફાઈનલમાં

અમદાવાદ, તા.26
ભારતે ઈંગ્લેન્ડને અમદાવાદ ટેસ્ટમાં 10 વિકેટે હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પ્રથમ ક્રમ મેળવી લીધો છે. અમદાવાદમાં ભારતે માત્ર બે દિવસમાં જ મહેમાન ટીમને હરાવી દીધી હતી અને આ સાથે જ ઈંગ્લેન્ડના ફાઈનલમાં પહોંચવાના તમામ રસ્તા પણ બંધ થઈ ગયા છે. બીજી બાજુ ભારતનું હવે ફાઈનલમાં પહોંચવું લગભગ નક્કી લાગી રહ્યું છેઅમદાવાદ ટેસ્ટ બાદ ભારતીય ટીમ 71 ટકા અને 490 પોઈન્ટ સાથે નંબર વનના સ્થાને પહોંચ્યું છે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ 70 ટકા સાથે બીજા સ્થશને છે. ઓસ્ટ્રેલિયા 69.2 ટકા સાથે ત્રીજા નંબરે છે. ભારતે ફાઈનલમાં જગ્યા બનાવવા માટે હવે આગલો ટેસ્ટ મેચ કમ સે કમ ડ્રો તો કરાવવો પડશે. જો ભારત ચોથો ટેસ્ટ મેચ હારે છે તો ઓસ્ટ્રેલિયા ફાઈનલ માટે ક્વોલિફાય થઈ જશે. આમ ભારત અથવા ઓસ્ટ્રેલિયા બેમાંથી એક જ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઈનલમાં જગ્યા બનાવી શકશે.ઉલ્લેખનીય છે કે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપનો ફાઈનલ 18 જૂનથી ઈંગ્લેન્ડના ઐતિહાસિક મેદાન લોર્ડસમાં રમાશે. એવી આશા રખાઈ રહી છે કે ન્યુઝીલેન્ડ સામે ફાઈનલમાં પહોંચનારી ટીમ ભારત જ હશે.


Related News

Loading...
Advertisement