શેરબજારમાં એકાએક કડાકો: સેન્સેકસ 1100 પોઈન્ટ ગગડયો

26 February 2021 11:23 AM
Business
  • શેરબજારમાં એકાએક કડાકો: સેન્સેકસ 1100 પોઈન્ટ ગગડયો

સિરિયામાં અમેરિકી એરસ્ટ્રાઈકથી વિશ્વભરનાં માર્કેટ કડડભૂસ

રાજકોટ તા.26
શેરબજારમાં રેકર્ડબ્રેક તેજી બાદ એકાએક કડાકો સર્જાતા બ્રોકરો-ટ્રેડરોમાં દોડધામ થઈ પડી હતી. સેન્સેકસમાં પ્રારંભીક કામકાજમાં જ 1100 પોઈન્ટનો કડાકો સર્જાયો હતો.અમેરિકામાં બાઈડને સતારૂઢ થયા બાદ સિરીયામાં ઈરાનના સમર્થક ત્રાસવાદીઓ પર એરસ્ટ્રાઈક કર્યાના અહેવાલોથી ગભરાટ સર્જાયો હતો. અમેરિકા-ઈરાન વચ્ચેનાં સંબંધો વધુ ખરાબ થયાની અટકળો વ્યકત થવા લાગી હતી. માર્ચ ફયુચરનો પ્રથમ દિવસ હોવા છતા અને અનેકવિધ સારાકારણો હોવા છતાં ગભરાટભરી વેચવાલીથી માર્કેટ દબાણ હેઠળ આવી ગયુ હતું.


બેંક સહીતનાં ક્ષેત્રોનાં શેરોમાં ગાબડા હતા. ઈન્ડુસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈબેંક, એકસીસ બેંક, એચડીએફસી બેંક, રીલાયન્સ, ટાટા કેમીકલ્સ, ટેલ્કો, ભારતી એરટેલ, વગેરે ગગડયા હતા સન ફાર્મા, મારૂતી, એનટીપીસી, ડો.રેડી, ભેલ, સેઈલ વગેરેમાં સુધારો હતો.મુંબઈ શેરબજારમાં સેન્સીટીવ ઈન્ડેકસ 1100 પોઈન્ટના કડાકાથી 49940 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 300 પોઈન્ટ ગગડીને 14796 હતો.બેંક નીફટીમાં 1251 પોઈન્ટનું ગાબડુ હતું.


Related News

Loading...
Advertisement