ઉર્જામંત્રીના બોટાદ શહેરમાં વિકાસના વાંધા : સુવિધા કયારે ?

26 February 2021 11:14 AM
Botad Politics
  • ઉર્જામંત્રીના બોટાદ શહેરમાં વિકાસના વાંધા : સુવિધા કયારે ?

બોટાદમાં વસ્તીમાં વધારો, સુવિધામાં ઘટાડો : સીટી બસ સેવા માત્ર કાગળ પર : ગે.કા. બાંધકામના રાફડા : ભૂગર્ભ ગટર યોજનામાં કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ : બોટાદ પાલિકાની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષોના ઠાલ્લાં વચનોની વણઝાર

બોટાદ, તા. ર6
બોટાદ નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે. રાજકીય પક્ષના આગેવાનો અગ્રણીઓની તડામાર તૈયારીમાં લાગી ગયા છે. આટલી તૈયારી ગઇ ટમ્સથી તૈયાર કરી હોત તો બોટાદ શહેરનું ચિત્ર જુદુ જ હોત ભાજપના સભ્યોની હુતાતુસીમાં કરોડોની ગ્રાન્ટો પાછી ગઇ છે. હાલમાં જે ચૂંટણી પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે તેટલી મહેનત વિકાસના કાર્યો પુરા કરવામાં કરી હોત તો તેવા સવાલો શહેરમાં ઉઠયા છે.
બોટાદની વસ્તી દિવસે દિવસે વધતી જાય છે. દરેક ચૂંટણી વખતે રાજકીય નેતાઓ મોટા મોટા વચનો આપે છે પણ ચૂંટણી પછી ભુલાઇ જાય છે. બીજી ચૂંટણી વખતે ફરીથી વચનો આપતા મત મેળવવામાં આવે છે. શહેર અને જિલ્લા કક્ષાના શહેરમાં વસ્તી વધવાની સામે સુવિધાઓ દિન-પ્રતિદિન ઘટતી જાય છે. બહારગામથી આવતા લોકો માટે શહેરમાં કોઇ ફરવા લાયક સ્થળ નથી.
શહેરમાં રેગ્યુલર સીટી બસની સુવિધાઓ નથી જેના કારણે શહેરીજનોને રીક્ષાના મોંઘાદાટ ભાડાનો ખર્ચ કરવો પડે છે. કોરોના કાળમાં બંધ કરાયેલી અનેક ટ્રેનો આજ સુધી ચાલુ થઇ નથી બોટાદથી અમદાવાદ ટે્રનના રૂા. 40ની ટીકીટ હતી જયારે બોટાદથી અમદાવાદની એસ.ટી. બસ કે ખાનગી લકઝરી બસોમાં રૂા. 110થી વધારે ટીકીટના ભાવ હોવાથી બોટાદની પ્રજા લૂંટાઇ રહી છે.
બોટાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટયો છે મંજુરી વગર ફલેટ, દુકાન, કોમ્પલેક્ષ અને શોપીંગ સેન્ટરોના બાંધકામ ચાલી રહ્યા છે તેમ લોકોનું માનવું છે.
શહેરના પાર્કિંગ માટેની વ્યવસ્થા નથી 1ર0 ગામડાના હટાણાવાળુ શહેરમાં દરરોજ ગામડેથી હજારોની સંખ્યામાં નાના મોટા વાહનો આવે છે પણ પાર્ક કયાં કરવા તે પ્રશ્ર્ન છે.
બોટાદ શહેર નગરપાલિકાની હદમાં છેવાડાના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ-રસ્તા, ગટર, પાણીની કાયમી ખાતે મોકાણ પીવાના પાણીના નળના સ્ટેન્ડો હોય પણ પાણી આવે જ નહીં શૌચાલય વગરના વિસ્તારો આજે પણ ઘણા જ પ્લોટોમાં ખુલ્લામાં છે.
ભૂગર્ભ ગટર યોજના છેલ્લા ઘણા વર્ષોથી ચાલુ છે જે પુરી થતી નથી અને પ્રજાજનોને મુર્ખ બનાવે છે. ભૂગર્ભ યોજનામાં કરોડો રૂિ5યાના ભ્રષ્ટાચારના આક્ષેપો થઇ રહ્યા છે.
નગરપાલિકામાં કોઇપણ પક્ષના ચૂંટાયેલા સભ્યો હોય ત્યાં સતા ઉપર ગયા છે પછી શહેરનો વિકાસ ભુલી ગયા છે. પ્રજાજનોના ઉકેલ થતા હોય તેવા સાચા પ્રશ્ર્નોમાં રસ લેવાતો નથી તેનો ઉકેલ આવતો નથી પોતાના સ્વાર્થ ખાતર જ સત્તામાં રહેતા હોય છે તેવું શહેરમાં બુધ્ધિજીવી મતદારો માને છે. તા.ર8ના અત્યારે બોટાદ નગરપાલિકાની ચૂંટણી છે. કેવો રંગ લાવે છે તે સમય જ દેખાડશે.


Related News

Loading...
Advertisement