સૌરાષ્ટ્રમાં ફરી કોરોના કેસની સદી : માત્ર પ3 દર્દીઓ ડિસ્ચાર્જ

26 February 2021 10:54 AM
Saurashtra
  • સૌરાષ્ટ્રમાં ફરી કોરોના કેસની સદી : માત્ર પ3 દર્દીઓ ડિસ્ચાર્જ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની જાહેર સભા-મેળાવડાના પગલે ફરી કોરોના કેસમાં ઉછાળો : રાજકોટ જિલ્લામાં નવા 63 કેસ : પોરબંદર-દ્વારકા જિલ્લામાં રાહત : આરોગ્ય તંત્રમાં દોડધામ મચી

રાજકોટ, તા. ર6
સમગ્ર સૌરાષ્ટ્રભરમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય પક્ષોની જાહેર સભા અને ઠેર ઠેર સ્થળોએ મેળાવડાનાં પગલે સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થયા બાદ તેની અસરરૂપે ફરી કોરોના કેસમાં ઉછાળો નોંધાયો છે. જેમાં રાજકોટમાં રોજિંદા કેસમાં પ0થી વધુ નોંધાયા છે. રાજકોટ સાથે જામનગર જિલ્લામાં પણ કેસ વધી રહ્યા છે. કોરોના વેકસીનના બીજા તબકકાના રસીકરણ દરમિયાન ફરી કોરોના કેસમાં વધારો થતા આરોગ્ય તંત્રએ ટેસ્ટીંગ કામગીરી વધુ ગતિશીલ બનાવી છે.


છેલ્લા ર4 કલાક દરમિયાન રજકોટ જિલ્લામાં પ4 શહેર 9 ગ્રામ્ય કુલ 63, જામનગર 9 શહેર ર ગ્રામ્ય કુલ 11, ભાવનગર-જૂનાગઢ 7-7, અમરેલી પ, ગીર સોમનાથ-મોરબી 4-4, બોટાદ ર, સુરેન્દ્રનગર-1 સહિત 104 પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે રાજકોટ 3પ, જામનગર 9, ભાવનગર 4, જૂનાગઢ 3, અમરેલી-મોરબી 1-1 સહિત પ3 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. કચ્છમાં નવા 11 પોઝીટીવ કેસ સામે 7 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજયમાં નવા 4ર4 દર્દીઓ સામે 301 દર્દીઓ સ્વસ્થ થતા રાજયનો રીકવરી રેટ 97.6ર ટકા નોંધાયો છે.


રાજકોટ
રાજકોટ જિલ્લામાં મનપાની ચૂંટણીના પરિણામ બાદ એકાએક પોઝીટીવ કેસમાં વધારો નોંધાયો છે. ચાલુ માસના પ્રારંભિક દિવસોમાં કોરોના કેસમાં રાહત બાદ અંતિમ દિવસોમાં કેસમાં વધારો નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં ર4 કલાક દરમિયાન વધુ નવા 63 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં પ4 શહેર અને 9 ગ્રામ્યનો સમાવેશ થાય છે. જેની સામે 3પ દર્દીઓ સ્વસ્થ થયા છે. ફરી ડિસ્ચાર્જ દર્દીની સરખામણીએ પોઝીટીવ આંક વધવા લાગ્યો છે.


ભાવનગર
ભાવનગરમાં આજરોજ 7 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કુલ કેસોની સંખ્યા 6,145 થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 3 પુરૂષ અને 2 સ્ત્રી મળી કુલ 5 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં વલ્લભીપુર ખાતે 2 કેસ મળી કુલ 2 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આજે 4 દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનુ રહેશે. આમ, જિલ્લામાં નોંધાયેલા 6,145 કેસ પૈકી હાલ 21 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં 69 દર્દીઓના મોત થઈ ચુક્યા છે.


દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે ગુરૂવારે ખંભાળિયા તાલુકાનો એક નવો કોરોના પોઝિટિવ દર્દી નોંધાયો છે. જ્યારે અન્ય ત્રણ તાલુકામાં એક પણ કેસ નોંધાયો નથી. આ વચ્ચે એક પણ દર્દી ડિસ્ચાર્જ ન કરાતા જિલ્લામાં કોરાના એક્ટિવ કેસનો આંકડો 19 સુધી પહોંચ્યો છે.


Related News

Loading...
Advertisement