ભાવનગર જિલ્લામાં આજે નવા ૭ કોરોના પોઝિટિવ કેસો, ૪ દર્દીઓ ડિસ્ચાર્જ

25 February 2021 08:20 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગર જિલ્લામાં આજે નવા ૭ કોરોના પોઝિટિવ કેસો, ૪ દર્દીઓ ડિસ્ચાર્જ

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૧૪૫ કેસો પૈકી માત્ર ૨૧ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી)
ભાવનગર તા. ૨૫
ભાવનગરમાં આજરોજ ૭ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કુલ કેસોની સંખ્યા ૬,૧૪૫ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૩ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૫ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં વલ્લભીપુર ખાતે ૨ કેસ મળી કુલ ૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આજે ૪ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનુ રહેશે. આમ, જિલ્લામાં નોંધાયેલા ૬,૧૪૫ કેસ પૈકી હાલ ૨૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૬૯ દર્દીઓના મોત થઈ ચુક્યા છે.


Related News

Loading...
Advertisement