ચૂંટણી બાદ કોરોનાએ સ્પીડ પકડી : ગુજરાતમાં આજે નવા 400થી પણ વધુ કેસ, 1 દર્દીનું મોત

25 February 2021 07:58 PM
Gujarat
  • ચૂંટણી બાદ કોરોનાએ સ્પીડ પકડી : ગુજરાતમાં આજે નવા 400થી પણ વધુ કેસ, 1 દર્દીનું મોત

છેલ્લા 24 કલાકમાં 301 દર્દી સાજા થયા : એક્ટિવ કેસ વધીને 1,991 થયા, રિકવરી રેટ ઘટીને 97.62 ટકા થયો : કુલ કેસોની સંખ્યા 2,68,571 થઈ

રાજકોટ, તા.25
6 કોર્પોરેશનની ચૂંટણી બાદ ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. સતત ત્રણ દિવસ સુધી 300થી વધુ કેસ સામે આવ્યા બાદ આજે કોરોનાએ સ્પીડ પકડી છે. આજે 400થી વધુ કેસ સામે આવ્યા છે. એક્ટિવ કેસ વધીને 1,991 થયા છે. રિકવરી રેટ ઘટીને 97.62 ટકા થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 424 કેસો નોંધાયા છે અને 1 દર્દીનું મોત થયું છે. જ્યારે 301 દર્દીઓ સાજા થયા છે. એ સાથે જ ડિસ્ચાર્જ થયેલા કુલ દર્દીની સંખ્યા 2,62,172 થઈ ગઈ છે. હાલ કુલ 35 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 1956 દર્દીઓ સ્ટેબલ છે, રાજ્યનો કુલ મૃત્યુઆંક 4,408 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 2,68,571 પર પહોંચ્યો છે.

● સાત જિલ્લામાં એક પણ કેસ નહીં

રાજયમાં આજે બનાસકાંઠા, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પાટણ, પોરબંદર અને તાપી એમ કુલ 7 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

● જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

વડોદરા 89, સુરત 87, અમદાવાદ 75, રાજકોટ 63, કચ્છ - જામનગર 11, ગાંધીનગર 10, આણંદ - ખેડા - ભાવનગર - જૂનાગઢ 7, મહિસાગર - નર્મદા 6, અમરેલી - મહેસાણા - સાબરકાંઠા 5, ગીર સોમનાથ - મોરબી - પંચમહાલ 4, ભરૂચ - બોટાદ - નવસારી 2, અરવલ્લી - સુરેન્દ્રનગર - વલસાડ 1.


Related News

Loading...
Advertisement