દર્શન એન્જીનીયરીંગ કોલેજ દ્વારા ધો.10 પછી શું? વિશે કારકિર્દી માર્ગદર્શન અપાશ

25 February 2021 06:46 PM
Rajkot
  • દર્શન એન્જીનીયરીંગ કોલેજ દ્વારા ધો.10 પછી શું? વિશે કારકિર્દી માર્ગદર્શન અપાશ

રાજકોટ તા.25
ધો.10 પછી અભ્યાસમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે જેના લીધે વાલી અને વિદ્યાર્થીઓ ધોરણ 10 પાસ કર્યા પછી શું કરવું? કયાં કોર્ષમાં આગળ વધવું? કેવી રીતે કોર્ષની પસંદગી કરવી? તેના માટે ચિંતીત રહેતા હોય છે. સામાન્ય રીતે આગળના 10,20 કે 30 વર્ષ પછીની કારકિર્દી કેવી હશે તેનો પ્રાથમીક ખ્યાલ ધોરણ 10 પછી પસંદ કરેલા કોર્ષ અથવા દિશા પર નિર્ધારિત હોય છે. અત્યારના ટેકનોલોજીકલ સમયમાં કોર્ષની પસંદગી સમયની સાથે વધી રહેલા સ્પર્ધાત્મક (કોમ્પીટીશન) વાતાવરણને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ. ધો.10 બાદ ઉપલબ્ધ વિવિધ અભ્યાસક્રમ અને તે અભ્યાસક્રમને લગતી ભવિષ્યની તકોની માહીતી દર્શન એન્જીનીયરીંગ કોલેજ રાજકોટ દ્વારા આપવામાં આવશે.
આ ઉપરાંત રાજકોટ ઈન્ફોર્મેશન ટેકનોલોજી જેવા ફીલ્ડ માટે 300થી પણ વધારે કંપની ધરાવે છે. આમ સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક સર્જાઈ રહે છે. એન્જીનીયરીંગ ફીલ્ડ એ ટેકનોલોજી ડ્રીવન છે જેમાં ક્રીટીકલ થીંકીંગ અને યુનિવર્સલ સ્કીલ શીખવા મળે છે. આ ફીલ્ડ માટે 4 વર્ષનો ટેકનીકલ પ્રોફેશનલ કોર્ષ કરવાનો હોય છે જેમાં સરકાર દ્વારા પણ આર્થિક રીતે નબળા લોકો માટે એમવાયએસવાય, ટીએફડબલ્યુએસ, સીએમએસએસ વગેરે જેવી સ્કોલરશીપ દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. આ ક્ષેત્રમાં વિદ્યાર્થી રૂપિયા 10000 થી 3,00,000 સુધીનો માસિક પગાર પોતાની સ્કીલ્સના આધારે મેળવી શકે છે. જે વિદ્યાર્થીઓને ડ્રોઈંગમાં રૂચી હોય તેના માટે આર્કીટેકચર ફીલ્ડ ઉતમ તક અર્પણ કરે છે તેમાં 5 વર્ષનો બી.ટષકનો કોર્ષ થાય છે જેમાં અંદાજીત વાર્ષિક ફીનું ધોરણ રૂપિયા 70000 થી 200000 સુધીનું હોય છે.ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ-બી ધરાવતા વિદ્યાર્થીઓ એમબીબીએસ, ડેન્ટલ, આયુર્વેદીક, હોમીયોપેથીક, ફીઝીરોથેરાપી, નર્સીંગ, ફાર્મસી, વેટરનરી, એગ્રીકલ્ચર, બીએસસી (માઈક્રોબાયોલોજી અને કેમેસ્ટ્રી) જેવા ફીલ્ડમાં પોતાની કારકિર્દી બનાવી શકે છે. ભારતમાં એમબીબીએસ માટે મર્યાદીત બેઠકો રહેલી છે અને તેમાં ડોનેશનથી એડમીશન મળતું નતી તેથી જો કોઈપણ વિદ્યાર્થી વિદેશમાં એમબીબીએસ કરવાની ઈચ્છા ધરાવે તો તેને નીટની પરીક્ષા કવોલિફાય કરવી જરૂરી બને છે. એમબીબીએસ માટે અંદાજીત વાર્ષિક ફી રૂપિયા 25000 થી 2600000 સુધીની હોય શકે છે.


Related News

Loading...
Advertisement