વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 માર્ચે ગુજરાતમાં

25 February 2021 06:44 PM
Gujarat India
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 માર્ચે ગુજરાતમાં

કેવડિયાની ડિફેન્સ કોન્ફરન્સનાં સમાપન સમારોહમાં હાજરી આપશે

ગાંધીનગર, તા.25 : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓના પરિણામ બાદ એટલે કે તા.6 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યાનું જાણવા મળી રહ્યું છે. આ અંગેની મળતી વધુ વિગતો મુજબ કેવડિયામાં આગામી માર્ચ મહિનામાં ત્રિદિવસીય ડિફેન્સ કોન્ફરન્સ મળવાની છે. ટેન્ટ સીટી ખાતે યોજાનાર આ કોન્ફરન્સ 3 માર્ચથી 6 માર્ચ સુધી યોજશે. આ કોન્ફરન્સમાં સેનાની ત્રણેય પાંખોના વડાઓ અને અધિકારીઓ સામેલ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોન્ફરન્સના સમાપન સમારોહમાં હાજર રહેશે અને સેનાના ત્રણેય પાંખોના વડાઓ અને અધિકારીઓને સંબોધન કરવાના છે. રાજયમાં એક બાજુ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે અને પીએમ નરેન્દ્ર મોદીના પ્રવાસને લઇને લોકોમાં ભારે ઉત્સુકતા છે. મનપામાં મળેલી ભવ્ય જીત બાદ ભાજપ નેતાઓ પીએમ મોદીને આવકારવા થનગની રહ્યા છે. તો પાલિકા-નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાઇ શકે તેવી સંભાવના વચ્ચે ભાજપમાં ઉત્સાહ છવાયો છે.


Related News

Loading...
Advertisement