વોર્ડ નં.13ના પોશ એરીયામાં કચરાના ઢગલા

25 February 2021 06:43 PM
Rajkot
  • વોર્ડ નં.13ના પોશ એરીયામાં કચરાના ઢગલા

અલ્કા સોસાયટીમાં ટ્રક ભરાય એટલી ગંદકી : 5છાત વિસ્તારમાં શું સ્થિતિ હશે? : જાગૃતિબેન ડાંગર

રાજકોટ, તા. રપ
મ્યુનિ. કોર્પોરેશનમાં સત્તા પલ્ટો થઇ ગયો છે છતાં અનેક વિસ્તારોમાં જુની સમસ્યાનો અંત કયારે આવશે તે કોઇ કહી શકતું નથી. વોર્ડ નં.13ની અલ્કા સોસાયટીની હાલત અંગે પૂર્વ કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે ફરી અવાજ ઉઠાવ્યો છે.

આ વોર્ડમાં પ્રમાણમાં વિકસીત અને પોશ કહી શકાય તેવો અલ્કા સોસાયટી વિસ્તાર આવેલો છે. આ સોસાયટીના ખૂણે ઘણા દિવસોથી ગંદકીના ઢગલા થઇ ગયેલા છે. અમુક દિવસોથી નિયમિત સફાઇ કે કચરાનો ઉપાડ થતો ન હોય ગંદકીના ઢગલા થઇ ગયા છે. અહીં ઓછામાં ઓછો એક ટ્રક ભરાઇ તેટલો કચરો ઘણા દિવસથી પડયો હોવાનું પૂર્વ કોંગી કોર્પોેરેટર જાગૃતિબેન ડાંગરે ફરીયાદ કરીને તંત્રને જણાવ્યું છે.

તેઓએ જણાવ્યું હતું કે આવા અનેક વિસ્તારમાં નિયમિત સફાઇ થતી નથી અને લોકોને ગંદકી વચ્ચેથી પસાર થવું પડતું હોય છે. પોશ એરીયામાં આવી હાલત હોય તો આંબેડકરનગર, ખોડીયારનગર જેવા વિસ્તારમાં શું થતું હશે તે સવાલ સાથે લોકો વતી મનપામાં રજુઆત કરવા જવાની ચેતવણી તેમણે આપી છે.


Related News

Loading...
Advertisement