કાલના ભારત બંધમાં રાજકોટનું વેપાર-ઉદ્યોગ જગત જોડાશે નહીં

25 February 2021 06:41 PM
Rajkot
  • કાલના ભારત બંધમાં રાજકોટનું વેપાર-ઉદ્યોગ જગત જોડાશે નહીં

G.S.T. કાયદાની અટપટ્ટી જોગવાઇના વિરોધમાં અપાયેલા : સ્થાનિક ટ્રાન્સપોર્ટરો દ્વારા ચકકાજામને જાકારો : લડતમાં જોડાશે નહીં

રાજકોટ, તા.25
જી.એસ.ટી. કાયદાની અટપટ્ટી જોગવાઇના વિરોધમાં આવતીકાલે તા.26ના ફેડરેશન ઓલ ઇન્ડીયા ટ્રેડર્સ દ્વારા ભારત બંધ તેમજ ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા ચકકાજામનું એલાન આપવામાં આવેલ છે. પરંતુ રાજકોટનું વેપાર-ઉદ્યોગ મહામંડળ અને ટ્રાન્સપોર્ટરો આ આંદોલનાત્મક કાર્યક્રમોમાં જોડાનાર નથી અહીં એ ઉલ્લેખનીય છે કે જી.એસ.ટી.ના કાયદાની અટપટ્ટી જોગવાઇઓથી વેપાર-ઉદ્યોગ જગતને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. જી.એસ.ટી.ના કાયદાને સરળ બનાવવા છેલ્લા લાંબા સમયથી ફેડરેશન ઓલ ઇન્ડીયા ટે્રડર્સ દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઇ જ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી. જેના કારણે અંતે ફેડરેશન ઓલ ઇન્ડીયા ટ્રેડર્સે બાયો ચડાવી આવતીકાલે ભારત બંધનું એલાન આપેલ છે જયારે ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા ચકકાજામ કરવાની જાહેરાત કરી છે. પરંતુ રાજકોટનું વેપાર-ઉદ્યોગ જગત આ ભારત બંધના એલાનમાં જોડાનાર નથી. જયારે રાજકોટના ટ્રાન્સપોર્ટરોએ પણ ચકકાજામનું એલાન આપનાર એસો. દ્વારા અમારે કોઇ લેવા દેવા ન હોવાનું જણાવી આ આંદોલનાત્મક કાર્યક્રમમાં નહીં જોડવાની જાહેરાત કરી છે.


Related News

Loading...
Advertisement