રાજકોટ તા.25
ભારતની અગ્રણી ઓટોમોટીવ બ્રાન્ડ ટાટા મોટર્સે આજે તેમની પ્રીમીયમ ફલેગશીપ એસયુવી તદન નવી સફારી લોન્ચ કરી છે.
મોહક ડિઝાઈન, અજોડ વર્સેટીલીટી, સુંવાળી અને આરામદાયક આંતરિક સજજા અને સફારીનું શક્તિશાળી પ્રદર્શન નવા યુગના એસયુવી ગ્રાહકો અને પ્રતિષ્ઠા તેમજ અભિજાત્યપણાના ઉતમ જોડાણ માટેની તેમની ઈચ્છાની અભિવ્યક્તિ અને રોમાંચ સહિત સંપૂર્ણ રીતે આધુનિક, બહુઆયામી જીવનશૈલીની પૂર્તિ કરે છે.
નવી સફારી હવે તમારી નજીકની ટાટા મોટર્સ ડીલરશીપ પર ખરીદી માટે ઉપલબ્ધ છે. 6/7 સીટર માટે રૂા.14.69 લાખ (એકસ-શોરૂમ દિલ્હી)ની શરુઆતી કિંમતે મળી રહેશે.
ટાટા મોટર્સે સફારીના ‘એડવેન્ચર’ પર્સોનાનું અનાવરણ પણ એકસપ્રેસીવ અને મજબૂત દેખાવ સાથે કર્યું. તેમજ ઉપલબધ કરાવ્યા છે. ગ્રાહકો માટે એસયુવી પસંદ કરવા માટેના વધુ વિકલ્પો જે તેમના વ્યક્તિત્વ સાથે શ્રેષ્ઠ રીતે મેળ ખાતા હોય. એડવેન્ચર પર્સોના એક વિશિષ્ટ ટ્રોપીકલ મીસ્ટ રંગમાં ઉપલબ્ધ હશે, જે આપણા દેશભરના જીવંત લેન્ડસ્કેપ્સમાં સામેલ સમૃદ્ધ અને વૈવિધ્યસભર પ્રકૃતિથી પ્રેરિત છે. નવી સફારીના લોકાર્પણ પર બોલતા ટાટા મોટર્સના એમડી અને સીઈઓ ગુએન્ટર બુટસેકે કહ્યું કે, ‘અમારા નવા ફલેગશીપ તરીકે સફારી અમારા સમજદાર અને વિકસીત એસયુવી ગ્રાહકોની આકાંક્ષાઓને જોડે છે.